મુંબઈ, 18 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ પોતાની આગામી ફિલ્મ ઍલોનમાં નવમા આસમાને છે. તેમની ફિલ્મના ટ્રેલરને ચાર મિલિયન લોકોએ યૂટ્યુબ પર જોઈ ચુક્યા છે.
ઍલોન ફિલ્મનું ટ્રેલર ગત 9મી ડિસેમ્બરે રિલીઝ થયુ હતું અને તે અત્યાર સુધી 4,347,798 વાર જોવાઈ ચુક્યું છે. એટલુ જ નહીં, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, હૃતિક રોશન તથા અર્જુન કપૂર સહિતની સેલિબ્રિટીઓ આ ટ્રેલરને થમ્બ્સ-અપ કરી ચુકી છે.
બિપાશાએ બુધવારે ટ્વીટ કર્યું ‘અમારી ફિલ્મ ઍલોનના ટ્રેલરે ફાસ્ટેસ્ટ ટુ ક્રૉસ ધ 4 મિલિયન માર્ક. વાહૂ! હવે 16મી જાન્યુઆરીનો ઇંતેજાર કરો કે જ્યારે ફિલ્મ રિલીઝ થશે.'
નોંધનીય છે કે ઍલોનની વાર્તા બે જોડકા બહેનો અંજના અને સંજનાની વાર્તા છે. તેમાંની એક બહેન ભૂત બની જાય છે. બંને બહેનો ફિલ્મના હીરો કરણ સિંહ ગ્રોવરને પ્રેમ કરે છે. બંને બહેનોનો રોલ બિપાશા જ કરી રહ્યા છે. ફિલ્મમાં બિપાશા અને કરણ વચ્ચે ખૂબ જ બોલ્ડ અને ઇંટીમેટ સીન્સ છે.
ફિલ્મનું એક ગીત કતરા... રિલીઝ થઈ ગયું છે. તેને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ ગીતમાં પણ બિપાશા અને કરણ વચ્ચે ખૂબ જ બોલ્ડ તથા હૉટ સીન્સ જોવા મળે છે.