Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Birthday Special: અમિતાભ બચ્ચને 8 વર્ષ સુધી આ બિમારી વિશે ખબર નહોતી

અમિતાભ બચ્ચન વિશ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનુ લિવર 75 ટકા સુધી ખરાબ થઈ ચૂક્યુ છે. આનો ખુલાસો બિગ બીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે એવા મુકામ પર છે જ્યાં દરેક વ્યક્તિ તેમનો કાયલ છે. અમિતાભ બચ્ચનના લુકથી લઈને તેમની ફિલ્મો સુધી, કદાચ જ કોઈ એવુ હોય જેને પસંદ ન આવ્યા હોય બિગ બી આજે પોતાનો 77મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તે ઉંમરના આ પડાવ પર પણ કોઈ યુવા એક્ટરની જેમ જોશ સાથે કામ કરે છે. જો કે અમિતાભ બચ્ચન વિશ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનુ લિવર 75 ટકા સુધી ખરાબ થઈ ચૂક્યુ છે. આનો ખુલાસો બિગ બીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.

માત્ર 25 ટકા લિવરના સહારે જીવી રહ્યો છુ - અમિતાભ

માત્ર 25 ટકા લિવરના સહારે જીવી રહ્યો છુ - અમિતાભ

અમિતાભ બચ્ચનને આ નિવેદન એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં આપ્યુ હતુ. ત્યારે બિગ બીએ કહ્યુ હતુ, મને એ કહેતા હવે ખરાબ નથી લાગતુ કે હું ટ્યુબરક્યુલોસિસ અને હિપેટાઈટિસ બીથી પીડિત રહ્યો છુ. મારા લિવરનો 75 ટકા ભાગ ખરાબ છે અને હું માત્ર 25 ટકા લિવરના સહારે જીવી રહ્યો છુ. ટીબી જેવી બિમારીઓનો ઈલાજ થાય છે. મને 8 વર્ષ સુધી ખબર નહોતી કે હું ટીબીથી પીડિત છુ. જે મારી સાથે થયુ, કોઈની સાથે ના થાય. જો તમે તપાસ ન કરાવતા હોય તો તમને કંઈ જ ખબર નહિ હોય અને આનો ઈલાજ પણ નહિ થઈ શકે.

અમિતાભ બચ્ચનને 8 વર્ષો સુધી ટીબી વિશે માલુમ નહોતુ

અમિતાભ બચ્ચનને 8 વર્ષો સુધી ટીબી વિશે માલુમ નહોતુ

તમને જણાવી દઈએ કે ફિલ્મ કુલીના એક સીન દરમિયાન બિગ બીનો ઈજા થઈ ગઈ. 37 વર્ષ પહેલા સેટ પર ફાઈટ સીન દરમિયાન વિલનના પંચ બિગ બીના પેટમાં જોરથી લાગ્યા હતા અને તે ટેબલ સાથે જઈને ટકરાયા હતા. આનાથી તેમના પેટમાં ગંભીર ઈજા આવી હતી. એનો અંદાજે એ રીતે લગાવી શકાય છે કે ત્યારે અમિતાભ બચ્ચનના જીવ પર જોખમ આવી ગયુ હતુ. આ સીનમાં ત્યારે અમિતાભ સામે વિલન તરીકે પુનિત ઈસ્સાર હતા. તે ફાઈટ સીન અમિતાભ બચ્ચન અને પુનિત ઈસ્સાર વચ્ચે હતો.

જ્યારે શૂટિંગ દરમિયાન લાગેલી ઈજાના કારણે જીવ જોખમમાં મૂકાયો

જ્યારે શૂટિંગ દરમિયાન લાગેલી ઈજાના કારણે જીવ જોખમમાં મૂકાયો

શૂટ દરમિયાન પુનીતને અમિતાભ બચ્ચનના પેટમાં અમુક પંચ મારવાના હતા જે બનાવટી હતી. જેવુ શૂટ શરૂ થયુ પુનીતે પંચ માર્યો અને અમિતાભને ઉઠાવીને ટેબલ પર ફેંક્યા. અમિતાભ ટેબલથી ટકરાઈને પડી ગયા. આ દરમિયાન અમિતાભના પેટમાં ઉંડી ઈજા થઈ અને તેમણે કહ્યુ, મને વાગી ગયુ છે. આ તરફ પુનિત ઈસ્સર એ શરમમાં જીવી રહ્યા હતા કે તેમના કારણે અમિતાભનો જીવ જોખમમાં મૂકાઈ ગયો. લોકો પુનિત ઈસ્સરને ખરાબ નજરથી જોવા લાગ્યા હતા અને પુનિતને જેમ-તેમ કહેવા લાગ્યા. આ સીન બાદ ઘણા વર્ષો સુધી પુનિત ઈસ્સરને ફિલ્મોમાં કામ ન મળ્યુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X