અમિતાભ બચ્ચને ખરીદી સૌથી મોંઘી MPV કાર, કિંમત સાંભળીને ચોંકી જશો
બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને નવી મર્સિડીઝ બેંઝ વી ક્લાસ એમપીવી ખરીદી છે.
બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને નવી મર્સિડીઝ બેંઝ વી ક્લાસ એમપીવી ખરીદી છે. અમિતાભ 81.90 લાખ રૂપિયા (એક્સ શો રૂમસ ભારત) ની આ કાર ખરીદનાર પહેલા ભારતીય સેલિબ્રિટી બની ગયા છે. તેમણે આ કાર મુંબઈના ઑટો હેંગર ડીલરશીપ પાસેથી લીધી હતી. આ કાર તેમના ઘરે ડિલીવર કરવામાં આવી. તમને જણાવી દઈએ કે મર્સિડીઝ બેંઝ વી ક્લાસ ભારતમાં વેચાનાર સૌથી મોંઘી એમપીવી કાર છે.

બે વેરિએંટમાં આવે છે આ લક્ઝરી કાર
આ વી ક્લાસ કારની એક્સક્લુઝીવ કિંમત 81.90 લાખ છે જ્યારે આના વી ક્લાસ એક્સપ્રેશનની કિંમત 68.40 લાખ છે. બે વેરિએન્ટમાં મળતી આ કારનું કયુ વેરિએન્ટ અમિતાભે લીધુ છે તેની માહિતી નથી. પરંતુ અપેક્ષા કરવામાં આવી રહી છે કે અમિતાભે કારના ટૉપ સ્પેક એક્સક્લુઝીવ વેરિએન્ટ ખરીદ્યા હશે જેમાં 6 સીટો છે.
આ વર્ષે ભારતમાં લૉન્ચ થઈ આ કાર
મર્સિડીઝ બેંઝે વી ક્લાસ લક્ઝરી મલ્ટી પર્પઝ વ્હીકલ (એમપીવી) આ વર્ષે ભારતમાં લૉન્ચ કરી છે. આ 6 અને 7 સીટર લૉન્ગબેઝમાં ઉપલબ્ધ છે. આ કારમાં 2 લીટર BS VI કમ્પ્લેટ ડીઝલ એન્જિન છે જે 120 Kw પાવર અને 380 Nm ટાર્ક જનરેટ કરે છે અને 10.9 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડે છે. કારમાં 6 એરબેગ અને 360 ડિગ્રી કેમેરા પણ ઉપલબ્ધ છે.

સૌરભ ગાંગુલીએ ખરીદી BMW G 310
હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન સૌરભ ગાંગુલીએ BMW G 310 GS બાઈક ખરીદી છે. દિલ્લીના એક્સ શોરૂમમાં આની કિંમત 3.49 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એક અન્ય ક્રિકેટર યુવરાજ સિંહે BMW G 310 R બાઈક દિલ્લીના જ એક્સ શોરૂમમાંથી ખરીદી હતી. આ બાઈકની કિંમત 2.99 લાખ રૂપિયા હતી. એ વખતે બીએમડબ્લ્યુ બાઈક ખરીદનારા તે પહેલા ભારતીય સેલિબ્રિટી હતા. બંને બાઈક ભારતમાં ગયા વર્ષે જ પહેલી વાર લૉન્ચ થયા છે.












Click it and Unblock the Notifications
