For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ બચ્ચનના ફેન્સ માટે ખુશખબરી - હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બીગ બી, આ હતી બિમારી

એક સારા સમાચાર આવી રહ્યા છે કારણકે અમિતાભ બચ્ચન હવે સંપૂર્ણપણે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના ફેન્સ માટે ખરાબ સમાચાર ત્યારે આવ્યા હતા જ્યારે તેમની અચાનક તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરાવવા પડ્યા હતા. ત્યારબાદથી તેમની સલામતી માટે દુઆમાં લાખો હાથ ઉઠ્યા હતા. હવે બિગ બીના ફેન્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કારણકે અમિતાભ બચ્ચન હવે સંપૂર્ણપણે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા પોતાના રૂટીન ચેકઅપ માટે છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતી. શુક્રવારે રાતે 10 વાગે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. આ દરમિયાન પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ તેમની સાથે જોવા મળ્યા. ડૉક્ટર્સે અમિતાભને અત્યારે બેડ રેસ્ટની સલાહ આપી છે.

પેટમાં સમસ્યા

પેટમાં સમસ્યા

અભિનેતાની તબિયત માટે થોડા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા તે છેલ્લા ઘણા વર્ષોથી પેટની સમસ્યાના કારણે હોસ્પિટલના ચક્કર કાપી ચૂક્યા છે. વર્ષ 2017માં તેમને પેટમાં સમસ્યા થઈ હતી. આનાથી પહેલા વર્ષ 2012માં પણ આ સમસ્યા દૂર કરવા માટે તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. પરંતુ હવે ગભરાવાની કોઈ વાત નથી કારણકે તે સતત ચેકઅપ માટે જતા રહેશે. અમિતાભ બચ્ચન થોડા સમયમાં પોતાની ઘણી ફિલ્મોમાં જોવા મળે છે જેના માટે તેમણે ઘણી મહેનત પણ કરી છે.

બ્રહ્માસ્ત્ર

બ્રહ્માસ્ત્ર

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન જોવા મળવાના છે અને આમાં તેમની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હશે.

આ પણ વાંચોઃ KBC -11: 15 વર્ષની ઉંમરમાં 8 લોકોએ કર્યો રેપ, 22 હજારથી વધુ મહિલાઓને કરાવી યૌન તસ્કરીમાંથી મુક્તઆ પણ વાંચોઃ KBC -11: 15 વર્ષની ઉંમરમાં 8 લોકોએ કર્યો રેપ, 22 હજારથી વધુ મહિલાઓને કરાવી યૌન તસ્કરીમાંથી મુક્ત

ગુલાબો સિતાબો

ગુલાબો સિતાબો

આયુષ્માન ખુરાના સાથે અમિતાભ બચ્ચન ફિલ્મ ગુલાબો સિતાબોમાં જોવા મળશે.

ચેહરે

ચેહરે

ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચન સાથે ઈમરાન હાશમી જોવા મળવાના છે. હાલમાં જ તેનુ એલાન થયુ છે.

મહાનાયક

મહાનાયક

ઉંમરના આ પડાવમાં પણ અમિતાભ બચ્ચન સતત કામ કરી રહ્યા છે અને એકથી એક ચડિયાતી ધમાકેદાર ફિલ્મો કરી છે.

કરે છે મદદ

કરે છે મદદ

અમિતાભ બચ્ચન કોઈને કોઈ સમસ્યામાં લોકોની મદદ કરતા રહે છે. તેમની સાથે લાખો દુઆઓ છે.

English summary
Superstar Amitabh bachchan discharged from the Hospital. his fans is very happy after watching his pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X