ધામ-ધૂમથી જન્મદિવસ નહિ મનાવે અમિતાભ, જાણો શું છે કારણ
આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 77મો જન્મદિવસ છે પરંતુ ઉંમરને માત્ર એક નંબર સાબિત કરતા સિને જગતના આ મહાન કલાકાર આજે પોતાના જન્મદિવસની ઉજવણી નહિ મનાવે.
આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 77મો જન્મદિવસ છે પરંતુ ઉંમરને માત્ર એક નંબર સાબિત કરતા સિને જગતના આ મહાન કલાકાર આજે પોતાના જન્મદિવસની ઉજવણી નહિ મનાવે. કારણ અમિતાભે પોતે વર્ણવ્યુ છે. પોતાના પ્રશંસકોને પોતાના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે વિનમ્રતાપૂર્વક અનુરોધ કરીને બિગ બીએ કહ્યુ કે જન્મદિવસનો દિવસ કોઈ ખાસ નથી હોતો.

અમિતાભને કેક કાપવામાં કોઈ રસ નથી રહ્યો
આમાં ઉજવણી મનાવવા જેવુ શું છે, એ પણ એક સામાન્ય દિવસની જેમ છે, હું આભારી તમારા સહુના પ્રેમ અને ઈજ્જતનો, હું હજુ પણ કામ કરી રહ્યો છુ અને મારુ શરીર મારી આત્મા સાથે તાલમેલ બેસાડી રાખવામાં સક્ષમ છે. અમિતાભે કહ્યુ કે હવે બર્થડે કેક કાપવામાં મને કોઈ રસ નથી રહ્યો. હવે કેક અને મિઠાઈની જગ્યા સૂકા મેવાની પ્લેટે લઈ લીધી છે.

બચ્ચનને યાદ આવ્યા બાબુજી
બિગ બીએ પોતાના જૂના દિવસો યાદ કરીને કહ્યુ કે મારા જન્મદિવસ પર બાબુજી મારા માટે એક કવિતા જરૂર લખતા હતા અને તે જ મારી બેસ્ટ ગિફ્ટ હતી. મારાથી વધુ મારી મા એ કવિતા માટે ઉત્સાહિત રહેતી હતી. એ બધુ બહુ યાદ આવે છે પરંતુ મને ખબર છે કે મા-બાબુજી મારી સાથે અત્યારે નથી પરંતુ જ્યાં પણ છે તેમનો સ્નેહ અને આશીષ હંમેશા મારી સાથે છે, આ મને ખબર છે.

સદીના મહાનાયક છે અમિતાભ બચ્ચન
છેલ્લા 47 વર્ષોથી હિંદી સિનેમાના કેનવાસ પર ચમકી રહેલા ધ ગ્રેટ અમિતાભ બચ્ચન કોઈ યુગથી કમ નથી. આખો દેશ આજે તેમને અભિનંદન પાઠવવામાં લાગ્યો છે. 77 વર્ષના અમિતાભના વ્યક્તિત્વમાં જીવનના એ બધા રંગ છે જેને મેળવવા માટે વ્યક્તિને સદીઓ લાગી જાય છે. અમિતાભની ચમક માત્ર દેશમાં જ નહિ પરંતુ દેશની બહાર પણ ફેલાયેલી છે. હાલમાં તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવાનુ એલાન થયુ છે. અમિતાભે એ સાબિત કર્યુ છે કે સાચી લગન, મહેનત અને પોતાના પર ભરોસો હોય તો વ્યક્તિ દરેક મંઝિલ મેળવી શકે છે.
-
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર











Click it and Unblock the Notifications
