અમિતાભ બચ્ચનની તબિયત બગડી, જોધપુરમાં કરી રહ્યા હતા શુટિંગ

Posted By:
Subscribe to Oneindia News

અભિનેતા અમિતાભ બચ્ચનની તબિયત થોડીક લથડી છે. અમિતાભ જોધપુરમાં ઠગ્સ ઓફ હિંદુસ્તાનના શુટિંગમાં વ્યસ્ત હતા. ત્યારે તેમની તબિયત બગડી છે. માનવામાં આવે છે કે અમિતાભ રાત ભર ચાલેલા ફિલ્મના શૂટિંગના કારણે થાકી ગયા હતા અને પાછળથી તેમની તબિયત બગડી હતી. જો કે આ પછી એક વિશેષ વિમાનમાં અમિતાભ બચ્ચનની તપાસ કરવા માટે મુંબઇની ડોક્ટરોની એક ટીમ રવાના થઇ ચૂકી છે. જે નક્કી કરશે કે અમિતાભની તબિયત સારી છે કે પછી તેમને વધુ સારવાર માટે મુંબઇ મોકલવા જોઇએ કે કેમ. અમિતાભ બચ્ચન હાલ જોધપુરમાં ઠગ્સ ઓફ હિંદુસ્તાનનું શૂટિંગ કરી રહ્યા છે.

amitabh

ત્યાંની ગરમી અને શૂટિંગની વ્યસ્તતાના કારણે તેમની લથડી છે. તેવું કહેવાય છે કે રાખી રાતના શૂટિંગ પછી રાતે ત્રણ વાગે અમિતાભ બચ્ચન હોટલ પરત ફર્યા હતા. જે પછી બે કલાક પછી અમિતાભે પોતાના બ્લોગમાં પોતાની તબિયત સારી ન હોવાની જાણકારી આપી હતી. સવારે 5 વાગે જ પોતાના બ્લોગમાં તેમણે આ અંગે જણાવ્યું હતું. જે પછી સવારે ડોક્ટરોએ તેમની તપાસ કરી હતી. અને મુંબઇથી પણ વધુ તપાસ માટે ડોક્ટરોની ટીમ સ્પેશ્યલ વિમાન દ્વારા મોકલવામાં આવ્યા હતા. જો કે આ તમામની વચ્ચે તેમના કરોડો ફેન્સ અમિતાભના સ્વાસ્થયને લઇને ચિંતિત થયા હતા. અને અમિતાભ બચ્ચનને જલ્દી સારા થઇ જવાની શુભકામનાઓ પણ પાઠવી હતી.

English summary
Amitabh Bachchan falls ill during shooting in Jodhpur. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.