પચાસ કરોડનો પાંચમો બંગલો ખરીદતાં બિગ બી
મુંબઈ, 26 જૂન : સૌ જાણે છે કે દોલત અને શહોરત સદીના મહાનાયકના કદમ ચૂમે છે. માતા લક્ષ્મીની વિશિષ્ટ કૃપા ધરાવતા અમિતાભ બચ્ચન અંગે વધુ એક બિગ ન્યુઝ આવે છે કે તેમણે 50 કરોડનો નવો બંગલો જુહૂમાં ખરીદ્યો છે કે જે આઠ હજાર ચોરસ ફુટનો છે આ નવો બંગલો તથા અમિતાભનો જુનો બંગલો બંને આજુ-બાજુમાં છે.

અમિતાભ બચ્ચનનો મુંબઈમાં આ પાંચમો બંગલો છે. તેમના ચાર બંગલાઓ પ્રતીક્ષા, જલસા, જનક તથા વત્સ છે. કહે છે કે અમિતાભે આ ઘર પોતાના પૌત્રી આરાધ્યા માટે ખરીદ્યું છે, કારણ કે તેમના પરિવારના છ સભ્યો એટલે કે અમિતાભ, જયા, શ્વેતા, અભિષેક, ઐશ્વર્યા તથા નિખિલ નંદા પાસે મકાનો છે. બસ બેબી આરાધ્યાના નામે કોઈ મકાન નહોતું કે જે હવે દાદાએ ખરીદી લીધું છે. જોકે આ નવા બંગલાની નોંધણી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન નામે જ થઈ છે. ખેર, હજી પાંચમા બંગલાનું નામ નક્કી નથી થયું.
નોંધનીય છે કે અગાઉ આરાધ્યાના નામે અભિ-ઐશે દુબઈમાં 54 કરોડની સમ્પત્તિ ખરીદ્યાના સમાચારો વહેતા થયા હતાં. હવે જો આ બંગલો પણ આરાધ્યા માટે ખરીદાયો હોય, તો આરાધ્યા માટે તેના જન્મ દિવસ અગાઉ જ મોટી ભેંટ ગણાશે.












Click it and Unblock the Notifications
