For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના અભિનય કૌશલ્યથી સંતુષ્ટ નથી અમિતાભ બચ્ચન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 એપ્રિલ : ભારતીય સિનેમાના મહાનાયક કહેવાતાં અભિનેતા અમિતાભ બચ્ચન પોતાના અભિનય કૌશલ્યથી સંતુષ્ટ નથી અને પોતાની જાતને ખરાબ અભિનેતા ગણે છે. વર્ષ 2005માં આવેલી લોકપ્રિય ફિલ્મ બ્લૅકના એક દૃશ્યમાં કરાયેલ ભૂલનો અહેસા થયા બાદ તેમણે આ ટિપ્પણી કરી છે. ફિલ્મમાં તેમણે દેબરાજ સહાય નામના શિક્ષકનો રોલ કર્યો હતો.

amitabh-bachchan

તાજેતરમાં જ અમિતાભે દર્શકોને સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત બ્લૅક ફિલ્મમાં પોતાની ભૂલો અંગે પૂછ્યુ હતું. ફિલ્મ એક નેત્રહીન તથા મૂંગી છોકરી (રાણી મુખર્જી) તેમજ તેના શિક્ષક (અમિતાભ બચ્ચન)ના સંબંધોની વાર્તા છે. શિક્ષક પછીથી અલ્ઝાઇમર બીમારીનો ભોગ બની જાય છે.

બિગ બી અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ ઉપર લખ્યું - ફિલ્ના એક દૃશ્યમાં રાણી દ્વારા પોતાની બહેનના નામે લખાવાયેલ પત્ર વાંચવા માટે મેં પોતાના ચશ્મા કાઢવા માટે સીધું જ પોતાની શર્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો, જ્યારે અલ્ઝાઇમરના દર્દીને આવી નાની-નાની વાતો પણ યાદ નથી રહેતી કે તેણે શું ક્યાં મૂક્યું છે.

અમિતાભ બચ્ચને આગળ લખ્યું - આ બહુ મોટી ભૂલ હતી. મારે બીજા ખિસ્સાઓ ચકાસવા જોઇતા હતાં અને પછી ચશ્માવાળા ખિસ્સાએ હાથ લઈ જવો હતો. બિગ બીને લાગે છે કે આટલા વર્ષોના અભિનય કૅરિયર બાદ પણ તેઓ ભૂલો કરી બેસે છે.

English summary
I Am Such A Rotten Actor Said Amitabh Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X