અમિતાભ બચ્ચન રોજ વહેંચી રહ્યા છે ગરીબોને 2000 ફૂડ પેકેટ્સ, કહ્યુ-મુશ્કેલ કામ
બૉલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન પણ રોજના 2000 ફૂડ પેકેટ્સનુ વિતરણ કરી રહ્યા છે.
આખી દુનિયા અત્યારે જાનલેવા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. લાખ કોશિશો છતાં કોરોના વાયરસના કેસ ઘટવાના બદલે દર કલાકે વધી રહ્યા છે. આ વાયરસથી જંગ જીતવા માટે દેશ લૉકડાઉન પર છે. લોકોને ઘરમાં રહેવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. દેશની જનતાને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય એટલા માટે સરકાર સાથે ઘણા બીજા લોકો પણ આગળ આવીને મદદ કરી રહ્યા છે. બૉલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન પણ રોજના 2000 ફૂડ પેકેટ્સનુ વિતરણ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન રોજ વહેંચી રહ્યા છે ગરીબોને 2000 ફૂડ પેકેટ્સ
સદીના મહાનાયક ઑલ ઈન્ડિયા ફિલ્મ એમ્પલૉય ફેડેરેશન સાથે જોડાયેલા દૈનિક વેતન ભોગી શ્રમિકોને એક લાખ પરિવારોને મહિનાનુ રાશન આપી રહ્યા છે. આ અંગેની માહિતી આપતા અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યુ છે કે 2000 ફૂડ પેકેટ્સ લંચ અને ડિનર માટે શહેરની અલગ અલગ જગ્યાઓએ રોજ વહેંચવામાં આવી રહ્યા છે. 3000 મોટી બેગ્ઝને પહોંચાડવાનુ કામ શરૂ થઈ ગયુ છે. આનાથી લગભગ 12000 લોકોનુ પેટ ભરાશે.

‘ફૂડ વહેંચવાનુ સરળ નથી'
અમિતાભે કહ્યુ કે એમાં કોઈ શંકા નથી કે આ ફૂડ પેકેટ્સને વહેંચવાનુ બહુ મુશ્કેલ છે પરંતુ પોલિસવાલા અને વોલેંટિયર્સના કારણે આ સંભવ બની રહ્યુ છે. બચ્ચને એ પણ જણાવ્યુ કે આ ફૂડ પેકેટ્સ ક્યાં-ક્યાં વહેંચવામાં આવી રહ્યા છે. તેમણે પોતાના બ્લૉગમાં લખ્યુ છે કે હાજી અલી દરગાહ, માહિમ દરગાહ, બાબુલનાથ મંદિર, બાંદ્રાના સ્લમ અને ઉત્તરી મુંબઈના બીજા સ્લમોમાં રહેતા લોકોની મદદ કરવામાં આવી રહી છે.

સપ્લાય યોદ્ધાઓનો આભાર
આ પહેલા બૉલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ એક વીડિયોની મદદથીઆ સંવેદનશીલ સમયમાં લોકોને મહત્વપૂર્ણ વસ્તુઓ ઉપલબ્ધ કરાવનાર સપ્લાય યોદ્ધાઓનો આભાર માન્યો છે. સદીના મહાનાયક અમિતાભે શેર કરેલા પોતાના વીડિયોમાં કહ્યુ છે કે એક તરફ જ્યાં આખો દેશ પ્રધાનમંત્રીની આગેવાનીમાં લૉકડાઉનનુ પાલન કરી રહ્યો છે અને કોરોના સામે જંગમાં યોગદાન આપી રહ્યો છે. ત્યાં બીજી તરફ આવા નિસ્વાર્થ યોદ્ધા પણ છે જે આપણી રોજિંદી જરૂરી વસ્તુઓ આપણે સહજતાથી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ સપ્લાય વૉરિયર્સ કે સપ્લાય યોદ્ધાઓના કારણે જ લૉકડાઉનનુ યોગ્ય રીતે પાલન થઈ રહ્યુ છે.

‘ઘરમાં વસ્તુઓ ભેગી ના કરો અને જમાકોરી ન કરશો'
હું આ સપ્લાય વર્કર્સનો આભાર વ્યક્ત કરુ છુ જે પોતાના ઘર પરિવારથી સેંકડો મીલ દૂર કામ કરી રહ્યા છે અને આપણે જરૂરી વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. હું બાકીના દેશવાસીઓને પણ કહેવા ઈચ્છુ છુ કે આ સપ્લાય યોદ્ધાઓના કારણે આપણને કોઈ મુશ્કેલી નહિ થાય માટે પોતાના ઘરે આ વસ્તુઓ ભેગી ના કરો અને જમાખોરી ન કરશો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો.

લૉકડાઉનને લંબાવવામાં આવી શકે છે...
તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વૈશ્વિક મહામારીને રોકવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એવી ચર્ચા પણ છે કે 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનને વધુ આગળ લંબાવવામાં આવી શકે છે. જો કે કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ઘણી રાજ્ય સરકારોનો આવો જ વિચાર છે. આના પર અંતિમ નિર્ણય 11 એપ્રિલ, 2020ના રોજ લેવામાં આવશે. એ દિવસે પીએમ મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને બીજી વાર વીડિયો કૉન્ફરન્સિંગ પર કોરોના વાયરસ વિશે ચર્ચા કરવાના છે.












Click it and Unblock the Notifications
