ધૂમ 3 જોઈ અમિતાભ-સચિન બોલ્યાં : It's SPELLBINDING !!

મુંબઈ, 20 ડિસેમ્બર : આજે રૂપેરી પડદે રિલીઝ થયેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3નું જોરદાર પ્રમોશન થયું છે, તો બીજી બાજુ એમ કહેવાય છે કે ફિલ્મે ઘરેલુ સિનેમા ઘરોએ શાનદાર ઓપનિંગ હાસલ કરી છે. ફિલ્મ અંગે દર્શકોનું ફીડબૅક થોડાક જ સમય બાદ જાણવા મળશે, પરંતુ ફિલ્મ અંગે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના અભિપ્રાય લગભગ સરખા છે.

અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર બંનેએ ધૂમ 3 ફિલ્મના ભારોભાર વખાણ કર્યાં છે. ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બંને ખાસ આમંત્રિત હતાં. આમિર ખાન પહેલા જ ફિલ્મને સચિનને સમર્પિત કરી ચુક્યાં છે, તો અમિતાભે ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર લખ્યું છે કે તેઓ ધૂમ 3 જોઈ નિઃશબ્દ થઈ ગયાં છે. આમિર, કૅટરીના, અભિષેક અને ઉદયના વખાણ માટે શબ્દો જ નથી બચ્યાં.

ધૂમ 3 ફિલ્મ પાસે લોકોને પણ બહુ અપેક્ષાઓ છે. ભારતમાં ફિલ્મની ટિકિટોનું વિતરણ આ રીતે કરાયું છે કે ફિલ્મ જેટલું પણ કમાવે, તે નફામાં જ રહે. ધૂમ 3 ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા અને દિગ્દર્શક વિષ્ણુ આચાર્ય છે.

ચાલો તસવીરોમાં જોઇએ કોણ-કોણ પહોંચ્યું ધૂમ 3ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં :

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ધૂમ 3ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલા અમિતાભ બચ્ચને ફિલ્મ જોયા બાદ જણાવ્યું કે ધૂમ 3 મંત્રમુગ્ધ કરનારી ફિલ્મ છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

સચિને પણ ધૂમ 3ના ભારોભાર વખાણ કર્યાં.

અંજલિ તેંડુલકર

અંજલિ તેંડુલકર

સચિનના પત્ની અંજલિ પણ ધૂમ 3 ફિલ્મ જોવા પહોંચ્યા હતાં.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

પોતાના મામૂ આમિર ખાનની ફિલ્મ હોય અને ભાણા ઇમરાન કેમ ન પહોંચે.

આમિર-અભિષેક

આમિર-અભિષેક

ધૂમ 3ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન આમિર ખાન અને અભિષેક બચ્ચન. બંને આ ફિલ્મમાં મહત્વના પાત્રો ભજવી રહ્યાં છે.

ઉદય ચોપરા

ઉદય ચોપરા

ધૂમ 3માં અલી અકબરનો મહત્વનો રોલ કરતાં ઉદય ચોપરા પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતાં.

વૈભવી મર્ચંટ

વૈભવી મર્ચંટ

ધૂમ 3ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વૈભવી મર્ચંટ પણ પહોંચ્યા હતાં.

પામેલા ચોપરા

પામેલા ચોપરા

યશ રાજ બૅનરની ફિલ્મ ધૂમ 3ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં યશ ચોપરાના પત્ની તથા આદિત્ય-ઉદયના માતા પામેલા ચોપરા.

નુઝહત ખાન

નુઝહત ખાન

આમિર ખાનના ફઈ તથા ઇમરાન ખાનના માતા નુઝહત ખાને પણ ધૂમ 3 જોઈ.

વિષ્ણુ આચાર્ય

વિષ્ણુ આચાર્ય

ધૂમ 3ના દિગ્દર્શક વિષ્ણુ આચાર્ય પણ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X