Video: અમિતાભ બચ્ચને મમતા બેનર્જીને કેમ કહ્યુ, ‘મને ફરીથી અહીં ન બોલાવતા'

અમિતાભ બચ્ચન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વિનંતી કરી રહ્યા છે કે તેમને ફરીથી આ ફેસ્ટીવલમાં ન બોલાવે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ ગયો છે.

બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પશ્ચિમ બંગાળના જમાઈ કહેવામાં આવે છે. આ સંબંધે તેઓ દર વર્ષે કોલકત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ (KIFF) ના ઉદઘાટન સમારંભમાં જરૂર જાય છે. પરંતુ લાગે છે કે હવે અમિતાભ ત્યાં જઈને કંટાળી ગયા છે અને ફરીથી આ ફેસ્ટીવલમાં શામેલ થવા નથી ઈચ્છતા. એટલા માટે જ તો તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વિનંતી કરી રહ્યા છે કે તેમને ફરીથી આ ફેસ્ટીવલમાં ન બોલાવે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ ગયો છે.

મમતા બેનર્જીને અમિતાભ બચ્ચને કરી વિનંતી

મમતા બેનર્જીને અમિતાભ બચ્ચને કરી વિનંતી

સોશિયલ મીડિયા પર કોલકત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલના ઉદઘાટન સમારંભનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સીએમ મમતા બેનર્જીને ફરીથી તેમને આ ફેસ્ટીવલમાં ન બોલાવવાની વિનંતી કરી રહ્યા છે. અમિતાભ બંગાળીમાં કહે છે, ‘મે મુખ્યમંત્રીને ઘણી વાર વિનંતી કરી છે કે મને ન બોલાવે. મારી પાસે કહેવા માટે કંઈ નથી પરંતુ તેઓ સાંભળતા જ નથી. એટલા માટે મારે પાછુ આવવુ પડ્યુ. મે ઘણી વાર વિનંતી કરી પરંતુ અંગ્રેજીમાં.'

દીદીએ ઠુકરાવી બિગ બીની માંગ, આવતા વર્ષે પણ આવવુ પડશે

અમિતાભે આગળ કહ્યુ કે તે આ વખતે બંગાળીમાં વિનંતી કરશે, ‘મમતા દી, હું આશા કરુ છુ કે તમે સમજો. હું આ વધુ નથી કરી શકતો. કૃપા કરી મને માફ કરો.' અમિતાભનું આ બોલતા જ સ્ટેજ પર હાજર મમતા બેનર્જી, શાહરુખ ખાન અને જયા બચ્ચન સહિત બધા હસવા લાગ્યા. મમતા બેનર્જીએ અમિતાભને માથુ હલાવીને ઈશારામાં જ કહ્યુ કે તે તેમને બોલાવતા રહેશે. મમતા બેનર્જીએ બાદમાં પોતાની સ્પીચમાં કહ્યુ, ‘બચ્ચનજી, તમારે આવતા વર્ષે પણ આવવુ પડશે કારણકે તે ફેસ્ટીવલનું 25મુ વર્ષ છે.'

મોટા પડદે ફ્લોપ થઈ ‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન'

મોટા પડદે ફ્લોપ થઈ ‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન'

ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ બચ્ચનની હાલમાં જ રિલીઝ થયેલી ‘ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન' એ પહેલા દિવસે રેકોર્ડ કમાણી કરી પરંતુ ત્યારબાદથી જ ફિલ્મનું પ્રદર્શન નીચે જઈ રહ્યુ છે. દિવાળીની લાંબી રજાઓ પર રિલીઝ થયેલી આ ફિલ્મને ક્રિટિક્સ અને જનતા બંને તરફથી ખરાબ રિવ્યુ મળ્યા છે. અમિતાભ બચ્ચન ઉપરાંત આમિર ખાન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું બજેટ 300 કરોડ બતાવવામાં આવી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X