For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 વર્ષ બાદ એક મંચ પર જોવા મળશે અમિતાભ અને રાજ ઠાકરે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 ડિસેમ્બર: છ વર્ષ બાદ આજે મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે એક મંચ પર જોવા મળશે. બંને એક સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક વરિષ્ઠ કલાકારોનું સન્માન કરશે.

રાજ ઠાકરે અને અમિતાભ બચ્ચન એક સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક વરિષ્ઠ કલાકારોનું સન્માન કરશે. મુંબઇમાં આ સમારોહ રાજ ઠાકરેની પાર્ટીની ફિલ્મ એકમે આયોજિત કર્યો છે. આ સમારોહમાં રાજકીય દિગ્ગજો ઉપરાંત ફિલ્મ જગતની કેટલીક મોટી હસ્તીઓ સામેલ થશે એવી આશા છે. આ કાર્યક્રમમાં હિન્દી સિનેમાના 100 વર્ષ પુરા થયાની ખુશી મનાવવામાં આવશે.

રાજ ઠાકરે અને અમિતાભ બચ્ચનનું એકસાથે આવવું એક વિવાદ ખતમ થવાના અણસાર છે. જો કે છ વર્ષ પહેલાં રાજ ઠાકરેએ અમિતાભ બચ્ચનને યુપીના બ્રાન્ડ એમ્બેસેડર બનવાના મુદ્દે વિવાદિત ટિપ્પણી કરી હતી.

raj-amitabh

અત્રે ઉલ્લેખનીય છે ગત પાંચ વર્ષમાં ઘણીવાર રાજ ઠાકરેએ બિગ બી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. કહેવામાં આવે ચેહ કે પાર્ટીની ફિલ્મ વિંગ એમએનએસ ફિલ્મ કર્મચારી સંફ્હની ચીફ શાલિની અને પાર્ટીના અન્ય કાર્યકર્તા અમોય કપૂર બિગ બીને આમંત્રિત કરવા ગયા હતા. બિગ બીએ તેમનું આમંત્રણ સન્માન પૂર્વક સ્વિકારી લીધું છે. એટલા માટે એમ માનવામાં આવે છે કે અમિતાભ અને રાજ ઠાકરે વચ્ચે અંતર ઓછું ખતમ થઇ શકે છે.

English summary
For the first time in almost 6 years, the Maharashtra Navnirman Sena (MNS) appears to have softened its stand towards mega-star Amitabh Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X