For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભના જમાઈના ઈમેલ હૅકરે માંગ્યા લાખો પાઉંડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 ઑગસ્ટ : અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદાનું ઈમેલ ઍકાઉંટ કોઇકે હૅક કરી લીધું છે અને તે મેલ વડે તે હૅકરે નંદાના અનેક મિત્રો પાસેથી લાખો પાઉન્ડની માંગણી કરી નાંખી છે. નિખિલ નંદાએ આ અંગેની ફરિયાદ દિલ્હીની આર્થિક અપરાધ શાખામાં નોંધાવી છે.

amitabh

નિખિલને તેમનું ઈમેલ હૅક થયાની માહિતી ત્યારે મળી કે જ્યારે તેમના મિત્રોએ તેમને ફોન કરી પૂછ્યું કે તેઓ આટલા બધા પૈસા કેમ માંગી રહ્યાં છે. જ્યારે નિખિલે પોતાનું ઍકાઉંટ ચેક કર્યું, ત્યારે તેમને ખબર પડી કે તેમનું ઈમેલ ઍકાઉંટ હૅક થઈ ગયું છે.

નિખિલ નંદા એસ્કૉર્ટ્સ જૂથના સંયુક્ત મૅનેજિંગ ડિરેક્ટર છે અને તેઓ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં રહે છે. નિખિલે ગઈકાલે જ આ ફરિયાદ દિલ્હી પોલીસમાં નોંધાવી છે. દિલ્હી પોલીસની તપાસ મુજબ હૅકરે નંદાના મિત્રોને મેલ કરતાં લખ્યું છે કે તેઓ (નંદા) હાલ બ્રિટનના માન્ચેસ્ટર ખાતે છે અને ત્યાં તેમની ભત્રીજીની તબીયત બહુ ખરાબ થઈ છે. તેને હૉસ્પિટલમાં એડમિટ કરાઈ છે.

English summary
Amitabh Bachchan's son on law Nikhil Nanda's account has been hacked. Nikhil Nanda has filed a report against hacker in Delhi police station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X