OMG : બિગ બીમારીથી પીડાય છે બિગ બી અમિતાભ બચ્ચન?

મુંબઈ, 6 મે : અમિતાભ બચ્ચનના ફૅન્સ માટે આ એક ચિંતાજનક સમાચાર હોઈ શકે કે અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાંક સમયથી સતત ગૅસ્ટ્રોએંટરોલૉજિસ્ટ ડૉક્ટર જયંત એસ બર્વેના ક્લિનિકના ચક્કર લગાવી રહ્યાં છે. મીડિયાવાળાઓનું માનવું છે કે અમિતાભ બચ્ચન કોઇક ગંભીર બીમારીથી પીડાય છે અને તેઓ ડૉ. જયંત બર્વેની દેખરેખ હેઠળ કેટલીક સાવચેતીઓ વરતી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ ડૉક્ટર જયંત બર્વેએ અમિતાભના વારંવાર તેમના ક્લિનિકે આવા અંગે કોઈ પણ પ્રકારની માહિતી મીડિયા કે અન્ય કોઈને આપી નથી કે નથી બચ્ચન પરિવાર તરફથી બિગ બીની બીમારી અંગેની કોઈ માહિતી મીડિયાને મળી છે. તેથી લોકો પોત-પોતાના ખ્યાલ મુજબ અમિતાભની ખરાબ તબીયતનો અંદાજો લગાવી રહ્યાં છે.

હદ તો એ છે કે કેટલાંક લોકોનું એમ પણ માનવું છે કે અમિતાભ બચ્ચનને કૅંસર જેવી ઘાતક બીમારી પણ હોઈ શકે છે. જોકે આ અંગે કોઈ કંઇ જ કહેવા તૈયાર નથી, કારણ કે અમિતાભ બચ્ચન જેવા મહાનાયક અંગે આ પ્રકારના સમાચાર આવવાથી લોકો વચ્ચે હોબાળા જેવી પરિસ્થિત સર્જાઈ શકે છે.

ચાલો તસવીરો સાથે જાણીએ આગળના સમાચાર :

હૉસ્પિટલના ચક્કર

હૉસ્પિટલના ચક્કર

મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાંક વખતથી અમિતાભ બચ્ચન ડૉ. જયંત બર્વેના ક્લિનિકમાં દર મહીને જાય છે અને તેથી જ અમિતાભ અંગે આવી અટકળો શરૂ થઈ છે.

ગંભીર બીમારી?

ગંભીર બીમારી?

સૂત્રોએ જણાવ્યું - અમિતાભ બચ્ચનના રિપોર્ટ્સ મુજબ તેઓ ઇંટેસ્ટાઇન એલમેંટથી પીડાય છે અને તે કૅંસરની નિશાની હોઈ શકે છે.

ફૅન્સ માટે કપરો કાળ

ફૅન્સ માટે કપરો કાળ

અમિતાભ બચ્ચનના ફૅન્સ તો તેમના હૉસ્પિટલના ચક્કર લગાવવા અંગેના સમાચાર માત્ર જાણી મંદિરો-મસ્જિદોમાં માનતાઓ માનવા લાગે છે. તેથી જો અમિતાભને કૅંસર જેવી બીમારીની વાત સાચી નિકળે, તો ફૅન્સ માટે સૌથી કપરો કાળ કહેવાશે.

બચ્ચન પરિવાર મૌન

બચ્ચન પરિવાર મૌન

જોકે બચ્ચન પરિવાર તરફથી આ અંગે કોઈ પણ પ્રત્યાઘાત સાંપડ્યા નથી, પરંતુ ડૉ. જયંતને વિશ્વાસ છે કે અમિતાભ સાજા થઈ જશે.

વનઇન્ડિયાની શુભેચ્છા

વનઇન્ડિયાની શુભેચ્છા

વનઇંડિયા તરફથી આપણે સૌ શુભેચ્છા પાઠવીએ અમિતાભ બચ્ચનને કે તેઓ સ્વસ્થ રહે અને લોકોનું મનોરંજન કરતાં રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X