ધૂમ 3ની સફળતાથી બિગ બી ખુશ, સાંભર્યું અભિષેકનું બાળપણ!
મુંબઈ, 24 ડિસેમ્બર : ધૂમ 3ની અપાર સફળતાએ બૉલીવુડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને બહુ ખુશ કરી દીધી છે. શોલેના જય એટલે કે અમિતાભે ટ્વિટર પર ધૂમ 3ના જય એટલે કે અભિષેક બચ્ચનની બાળપણની તસવીર પોસ્ટ કરી છે અને સાથે લખ્યું છે કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે અભિષેક એક દિવસ આટલા મોટા સ્ટાર બની જશે. જોકે ધૂમ 3ની સફળતાનો આખો શ્રેય આમિર ખાનને જ અપાઈ રહ્યો છે અને એમ પણ કહેવાઈ રહ્યું છે કે ધૂમ 3 તો આમિર ખાનની જ ફિલ્મ છે, પરંતુ ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિષેકે સ્પષ્ટ રીતે જણાવ્યુ હતું કે ધૂમ 3ના હીરો જય દીક્ષિત એટલે કે અભિષેક બચ્ચન પોતે છે.
અમિતાભે પણ ધૂમ 3 રિલીઝ થયા બાદ પહેલા જ દિવસે ફિલ્મની સફળતાને જોતા આમિર ખાન અને કૅટરીના કૈફને અભિનંદન પાઠવ્યા હતાં, પરંતુ હવે કદાચ તેમને એમ લાગ્યું કે તેમના પુત્રને પણ ફિલ્મની સફલતાની ક્રેડિટ જવી જોઇએ. અમિતાભે આજે સવારે જ ટ્વિટર ઍકાઉંટ વડે અભિષેક બચ્ચનના બાળપણની તસવીર પોસ્ટ કરી કે જેમાં અભિષેક અમિતાભ બચ્ચન સાથે પ્રતીક્ષામાં ગાર્ડનમાં બેઠાં છે. અભિષેક સાથે તેમ ના બહેન શ્વેતા પણ છે.
અમિતાભે આ તસવીર સાથે જ લખ્યું - અભિષેક બચ્ચન કે જેઓ બહુ ઓછા પ્રતીક્ષામાં રવિવારે નજરે પડતા હતાં. ક્યારેય વિચાર્યુ પણ નહોતું કે તેઓ આજે જે છે, બની શકશે. આ ઉપરાંત અમિતાભે ધૂમ 3ના વખાણ કરતાં લખ્યું - ધૂમ 3એ વીકેન્ડ પર જ ઈન્ડિયામાં 107 કરોડ કરતાં પણ વધુ કમાણી કરી છે. આ અત્યાર સુધીના તમામ રેકૉર્ડ્સ કરતા વધુ છે. અમિતાભ બચ્ચન ધૂમ 3ની સફળતાથી બહુ ખુશ છે. તેઓ હંમેશા પોતાના પુત્ર અભિષેકના કૅરિયરને ઉંચાઇએ જોવા માંગતા હતાં. અમિતાભ બચ્ચન અનેક વખત નિરાશ પણ થયા હતાં કે જ્યારે અભિષેકનું કૅરિયર સારૂ નહોતુ ચાલતું.
આવો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

ખુશખુશાલ બિગ બી
ધૂમ 3ની અપાર સફળતાએ બૉલીવુડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને બહુ ખુશ કરી દીધી છે.

સાંભરી આવ્યું બાળપણ
અમિતાભે ટ્વિટર પર અભિષેક બચ્ચનની બાળપણની તસવીર પોસ્ટ કરી છે અને સાથે લખ્યું છે કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે અભિષેક એક દિવસ આટલા મોટા સ્ટાર બની જશે.

અમિતાભ બચ્ચન
ધૂમ 3ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલા અમિતાભ બચ્ચને ફિલ્મ જોયા બાદ જણાવ્યું કે ધૂમ 3 મંત્રમુગ્ધ કરનારી ફિલ્મ છે.

અભિષેક આટલા મોટા સ્ટાર
અમિતાભે આ તસવીર સાથે જ લખ્યું - અભિષેક બચ્ચન કે જેઓ બહુ ઓછા પ્રતીક્ષામાં રવિવારે નજરે પડતા હતાં. ક્યારેય વિચાર્યુ પણ નહોતું કે તેઓ આજે જે છે, બની શકશે. આ ઉપરાંત અમિતાભે ધૂમ 3ના વખાણ કરતાં લખ્યું - ધૂમ 3એ વીકેન્ડ પર જ ઈન્ડિયામાં 107 કરોડ કરતાં પણ વધુ કમાણી કરી છે.

આવો જ મુકામ ઇચ્છતા હતાં બિગ બી
અમિતાભ બચ્ચન ધૂમ 3ની સફળતાથી બહુ ખુશ છે. તેઓ હંમેશા પોતાના પુત્ર અભિષેકના કૅરિયરને ઉંચાઇએ જોવા માંગતા હતાં. અમિતાભ બચ્ચન અનેક વખત નિરાશ પણ થયા હતાં કે જ્યારે અભિષેકનું કૅરિયર સારૂ નહોતુ ચાલતું.












Click it and Unblock the Notifications
