પ્રાણ સાજા છે, ટુંકમાં જ મળશે રજા : અમિતાભ
મુંબઈ, 21 નવેમ્બર : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન મીડિયા સામે રોષે ભરાયાં છે. તેમણે જણાવ્યું છે કે મીડિયા બસ અડધા-પડધા સમાચારો છાપી દે છે. તે પણ સત્યતા ચકાસ્યા વગર. અમિતાભે જણાવ્યું કે તેમને તે વખતે ખૂબ દુઃખ થયું, જ્યારે તેમણે કેટલીક જગ્યાએ વાંચ્યું કે બૉલીવુડના જાણીતા વિલન પ્રાણની તબીયત ચિંતાજનક છે અને તેઓ હૉસ્પિટલે દાખલ છે. આ સમાચાર મળતાં જ તેઓ તરત લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા અને પ્રાણને મળ્યાં. પ્રાણ સામાન્ય તાવથી ગ્રસ્ત છે. બાકી તમામ રીતે સાજા છે.

અમિતાભે પ્રાણ સાથે કેટલોક સમય ગાળ્યો. આ દરમિયાન પ્રાણ અને અમિતાભે એક-બીજા સાથે મજાક પણ કરી અને જૂની યાદો પણ વાગોળી. અમિતાભે આ માહિતી ટ્વિટર દ્વારા આપી છે.
અમિતાભે ટ્વિટર પર આગળ લખ્યું છે કે મીડિયા સંસ્થાઓએ આ પ્રકારની બાબતોથી બચવું જોઇએ કારણ કે આવા તથ્યહીન સમાચારોથી પ્રાણજીને ચાહનારાઓની લાગણીઓ દુભાઈ છે. ભગવાન પ્રાણને લાંબી ઉંમર આપે. આપ લોકોની માહિતી માટે હું બતાવવા માંગીશ કે પ્રાણ સાહેબને બુધવારે હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે.
નોંધનીય છે કે સોમવારે અચાનક સમાચાર આવ્યાં કે પ્રાણ સાહેબને મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. જોકે તેમના પરિજનો આ અંગે કઈંક જ નથી કહેતાં, પરંતુ પ્રાણની હાલત સારી નથી, તેમ હૉસ્પિટલના પ્રવક્તા કહી રહ્યા હતાં.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
