ટીવી હોય કે ફિલ્મ.. અમિતાભ દરેક જગ્યાએ છે હિટ, જાણો શું છે એમની પ્રેરણા

અમિતાભ બચ્ચન એક એવા સ્ટાર છે જેમણે નાના પરદાથી લઇને સિલ્વર સ્ક્રીન સુધી સફળતા મેળવી છે. તેઓ આજે પણ પોતાના દમ પર ફિલ્મો બોક્સ ઓફિસ પર બોક્સ ઓફિસ પર ટકાવી રાખવા માટે સક્ષમ છે. ટીવી પર પણ આવનારા કોન બનેગા કરોડપતિ શૉ આજે પણ દર્શકોમાં હિટ છે. પરંતુ સફળતાની સાથે જ અસફળતા પણ બચ્ચન સાહેબની જિંદગીમાં રહી છે. યુદ્ધની વાત કરીએ તો આ ટીવી શ્રેણીને લોકોએ પસંદ ના કરી જેનાથી અમિતાભ દુ:ખી નથી.

amitabh
અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ શમિતાભના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાત કરી તો અમિતજીએ જણાવ્યું કે 'મને માત્ર તક મળતી રહે છે અને હું તેનો સ્વીકાર કરતો રહું છું. સદભાગ્યે લોકો પણ મને જોવા માગે છે. કોઇ ખાસ કારણ નથી. પ્રેરણા કંઇ નથી હોતી બસ કામ કરવાનું મન હોય અને ઇચ્છા હોવી જોઇએ, મારી પાસે અભિનય સિવાય બીજું કંઇ છે નહીં એટલા માટે હું એમા જ રમતો રહું છું.'

'ખુદને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું કે આજે પણ મને કામ મળતું રહે છે અને નવાનવા કલાકારો સાથે કામ કરવાની તક મળતી રહે છે. યંગ જનરેશનની સાથે કામ કરવામાં ખૂબ જ પ્રેરિત રહું છું. યુદ્ધ ટીવી શ્રેણીની અસફળતા અંગે વાત કરતા અમિતાભ બચ્ચને જણાવ્યું કે 'માત્ર અભિનયથી કામ નથી ચાલતું, લોકોને વાર્તા પણ પસંદ આવવી જોઇએ. હું ટૂંક સમયમાં ફરીથી નવા ધારાવાહિક સાથે પરત ફરીશ અને મને આશા છે કે આ વખતે લોકોને નિરાશા નહીં થાય.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X