અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ માટે રિહાનાએ વસૂલી મોટી ફી, જાણીને ભમી જશે માથુ
Anant-Radhika Pre Wedding: ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી લગ્ન પહેલાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. જેમાં દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ ભાગ લઈ રહી છે. બૉલિવુડના અનેક સ્ટાર્સ પણ જામનગર પહોંચ્યા છે.
મળતી માહિતી મુજબ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હૉલિવુડ સિંગર રિહાના પણ લાઈવ પરફોર્મન્સ આપશે. તેણે આ કાર્યક્રમ માટે ભારે ફી વસૂલ કરી છે. ચાલો જાણીએ રિહાનાએ ત્રણ દિવસના ફંક્શન માટે કેટલી ફી લીધી.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, અબજોપતિ મુકેશ અંબાણી પાસેથી રીહાનાએ તેના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે લગભગ $8 મિલિયનનો ચાર્જ લીધો છે. ભારતીય ચલણ અનુસાર, આ રકમ લગભગ 66થી 74 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એક નજીકના સૂત્રએ જણાવ્યું કે રિહાનાને ત્રણ દિવસના પર્ફૉર્મન્સ માટે આટલી મોટી રકમ મળી છે.
તમને જણાવી દઈએ કે રિહાના હૉલીવુડની ફેમસ પૉપ સ્ટાર છે. જે એક ઈવેન્ટ માટે લગભગ 12 કરોડ રૂપિયા ફી લે છે. સોશિયલ મીડિયા પર પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. જામગનારથી રિહાનાના પરફૉર્મન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લાઈવ પરફોર્મન્સ માટે રિહર્સલ કરતી જોવા મળી હતી.
જામનગરના અનેક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બૉલિવુડના તમામ મોટા સ્ટાર્સ પણ પહોંચ્યા છે. જેમાં રણબીર કપૂર ઉપરાંત આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરૂખ ખાન પરિવાર સાથે પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રી-વેડિંગ ફંક્શનમાં અરિજીત સિંહ, પ્રીતમ, બી પ્રાક, દિલજીત દોસાંઝ પણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
