ડ્રીમ ગર્લ 2 ના પ્રમોશન માટે ILP માં પહોંચી અનન્યા પાંડે, મોટા સિક્રેટ પરથી પરદો હટાવ્યો
બોલિવૂડની ક્યૂટ એન્ડ ગ્લેમરસ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ અનન્યા પાંડે પ્રમોશન માટે આઈપીએલમાં પહોંચી હતી. અહીં તેને એક રાઝ પરથી પરદો હટાવતા હવે તેની ચર્ચા થઈ રહી છે.
આ ફિલ્મ માટે અનન્યા પાંડે હાલ ચર્ચામાં છે. ફિલ્મમાં તેની સાથે આયુષ્યમાન ખુરાના છે. ફિલ્મમાં પોતાના કિરદારને લઈને અનન્યા પાંડે ઉત્સાહી છે. ફિલ્મને લઈને અનન્યાએ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આઈપીએલ મેચ વચ્ચે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ મેચ દરમિયાન અનન્યાએ જણાવ્યું કે કેવી રીતે તેણે ડ્રીમ ગર્લ 2ના સેટ પર ક્રિકેટની મજા માણી.

અનન્યા પાંડેએ કહ્યું કે, મથુરામાં અમારા શૂટ દરમિયાન અમે ક્રિકેટ રમ્યા હતા અને મારે સ્વીકારવું પડશે કે મારા કો-સ્ટાર્સ મેદાન પર ખૂબ જ પ્રભાવશાળી હતા. જો કે હું તેને આઉટ કરવામાં સફળ રહી.
આ દરમિયાન તમામ હોસ્ટ અનન્યા સાથે ડ્રીમ ગર્લ ચેલેન્જ પણ રમ્યા હતા. આમાં અનન્યાએ વિવિધ સેલિબ્રિટીની તસવીરો બતાવવામાં આવી હતી અને તેના નોલેજનો ટેસ્ટ કરાયો હતો.
#AnanyaPanday promotes #DreamGirl2 at IPL match between Kolkata Knight Riders and Royal Challengers Bangalore.#KKRvsRCB #IPL2023 pic.twitter.com/JGyIIJnpf3
— Hindi Filmibeat (@HindiFilmibeat) April 27, 2023
અનન્યાની આવનારી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 નું નિર્દેશન રાજ શાંડિલ્યે કર્યુ છે અને એકતા આર કપૂર અને શોભા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે. અનન્યા પાંડેના ચાહકો સમગ્ર બોલિવૂડની સાથે આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
