માત્ર 25 વર્ષે અધધ આટલા કરોડની માલકિન છે અનન્ચા પાંડે, લક્ઝરી ગાડીઓની છે લાઈન

સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી અનન્યા પાંડે હાલ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં સામેલ છે. આ જ કારણ છે કે આજે તે કરોડો રૂપિયાની માલકિન છે.

અનન્યા પાંડે માત્ર 25 વર્ષની છે. તેણીને પિતા ચંકી પાંડે દ્વારા અભિનયનો વારસો મળ્યો છે. ચંકી પાંડેની ગણતરી તેમના સમયના મહાન અભિનેતાઓમાં થાય છે.

Ananya Pandey

જણાવી દઈએ કે અનન્યા પાંડેની ગણતરી બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીઓમાં થાય છે. આજે તે માત્ર 25 વર્ષની ઉમરે કરોડો રૂપિયાની માલકિન બની ગઈ છે.

અહેવાલો અનુસાર, અનન્યા અંદાજે 42 કરોડ રૂપિયાની માલિક છે. તે એક ફિલ્મ માટે નિર્માતાઓ પાસેથી લગભગ 2 કરોડ રૂપિયા લે છે. અભિનેત્રી મહિને 60 લાખ રૂપિયા કમાય છે, જ્યારે તેની વાર્ષિક આવક 5 કરોડ રૂપિયાથી વધુ છે. ફિલ્મો ઉપરાંત તેની આવક જાહેરાત, સોશિયલ મીડિયા અને મોડલિંગથી થાય છે.

અનન્યા પાંડેનું પોતાનું આલીશાન ઘર છે. તે તેના પરિવાર સાથે મુંબઈના પાલી હિલમાં એક મકાનમાં રહે છે. તેણે તેના ઘરમાં જરૂરી દરેક વસ્તુઓ સમાવી છે. તેમના ઘરની કિંમત કરોડોમાં છે.

અનન્યા છેલ્લે ડ્રીમ ગર્લ 2માં જોવા મળી હતી. અનન્યાની આ પહેલી ફિલ્મ છે, જેણે 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો છે.

અનન્યા પાંડેને લક્ઝરી કારનો પણ શોખ છે. અહેવાલો અનુસાર, તેના કાર કલેક્શનમાં 88.24 લાખની કિંમતની રેન્જ રોવર સ્પોર્ટ, 63.30 લાખની મર્સિડીઝ બેન્ઝ ઇ ક્લાસ, 33 લાખની સ્કોડા કોડિયાક અને 30 લાખની હ્યુન્ડાઇ સૈંટા ફે જેવી મોંઘી કારનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X