Anjali Merchant : કોણ છે અનંત અંબાણીની શાળી અંજલિ મર્ચન્ટ? ખૂબસૂરતી સામે અભિનેત્રીઓ પણ ઝાંખી પડે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વચ્ચે રાધિક મર્ચન્ટની સિસ્ટર અંજલિ મર્ચન્ટની ખુબ ચર્ચા થઈ રહી છે. અંજલિની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે.
અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. રાધિકા મર્ચન્ટની સુંદરતાની સાથે સાથે તેની બહેન અંજલિ મર્ચન્ટની સુંદરતા અને સાદગીની પ્રી-વેડિંગ ફંક્શનમાં ચર્ચા થઈ રહી છે.

અંજલિ મર્ચન્ટ રાધિકા મર્ચન્ટની મોટી બહેન છે અને તેનું પૂરું નામ અંજલિ મર્ચન્ટ મજીઠિયા છે. અંજલિ મર્ચન્ટ બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની મોટી દીકરી છે અને 2 હજાર કરોડ રૂપિયાના ફેમિલી બિઝનેસને મેનેજ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
1989માં મુંબઈમાં જન્મેલી અંજલિ મર્ચન્ટે કેથેડ્રલ, જ્હોન કોનન સ્કૂલ અને ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી તેનું સ્કૂલિંગ કર્યું છે. અંજલિએ અમેરિકાની બેબસન કોલેજમાંથી બીએસસીનો અભ્યાસ કર્યો અને પછી લંડન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.
અંજલિએ 2010માં વર્જીનિયા યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. આ સમય દરમિયાન તેણે સેમેસ્ટર એટ સી પ્રોગ્રામમાં ભાગ લીધો અને કેનેડા, સ્પેન, ઘાના, જાપાન અને ચીન સહિત 12 દેશોની મુલાકાત લીધી અને ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.
2006માં પબ્લિસીસમાં તાલીમાર્થી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અંજલી 2021માં તેના પિતા વિરેન મર્ચન્ટની કંપની એન્કોર હેલ્થકેર અને માયલોન મેટલ્સમાં ડાયરેક્ટર પદ સંભાળીને કરોડોના પારિવારિક વ્યવસાયને આગળ વધારવામાં મદદ કરી રહી છે.
વિરેન મર્ચન્ટ કંપનીના CIO છે અને તેમની પત્ની શૈલા મર્ચન્ટ સહ-સ્થાપક છે, જેની શરૂઆત તેઓએ 2002માં સાથે કરી હતી.
2018માં અંજલિએ ડ્રાયફિક્સની સહ-સ્થાપના કરી, જે બોલિવૂડ હસ્તીઓ માટે હેર સ્ટાઇલ અને ટ્રીટમેન્ટ ક્લબ ચેઇન છે. તે ટર્ન ધ કેમ્પસની સહ-સ્થાપક પણ હતી, જે વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારીઓ માટેનું એક ઓનલાઈન માર્કેટપ્લેસ હતું, જે 2012માં બંધ થઈ ગયું.
અંજલિ મર્ચન્ટના પતિ પ્રખ્યાત બિઝનેસમેન અમન મજીઠિયા છે. અમન ફેમસ ક્લોથિંગ બ્રાન્ડ વટાલી ઈન્ડિયાના સ્થાપક છે. 2020 માં બંનેએ ગોવામાં લગ્ન કર્યા હતા અને તેમાં વ્યવસાય, રાજકારણ અને ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
