Annu Kapoor Health Update: દિગ્ગજ અભિનેતા અનુ કપૂરને છાતીમાં તકલીફ બાદ કરાયા હૉસ્પિટલમાં ભરતી
બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અનુ કપૂરને ગુરુવારે અચાનક છાતીમાં તકલીફની ફરિયાદ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં જાણો તેમની હેલ્થ અપડેટ.
Annu Kapoor Chest Pain: બૉલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અનુ કપૂરને ગુરુવારે છાતીમાં તકલીફની ફરિયાદ બાદ સર ગંગા રામ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. હૉસ્પિટલના અધ્યક્ષ(મેનેજમેન્ટ બોર્ડ) ડૉ. અજય સ્વરુપના જણાવ્યા મુજબ અભિનેતાની સ્થિતિ હાલમાં સ્થિર છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને કાર્ડિયોલૉજી વિભાગમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

અમુક અહેવાલો મુજબ અન્નુ કપૂરના મેનેજર સચિને ખુલાસો કર્યો છે કે તેમની છાતી જકડાઈ ગઈ છે. તેમણે વધારે ભીડભાડના કારણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. હાલમાં અભિનેતાને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. અનુ કપૂરને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારબાદ તેમની સ્થિતિ હવે નિરીક્ષણ હેઠળ છે. અભિનેતાના મેનેજરના જણાવ્યા મુજબ અનુ કપૂર ભોજન લઈ રહ્યા છે અને બધા સાથે વાત કરી રહ્યા છે. દિગ્ગજ અભિનેતા અનુ કપૂર છેલ્લા ઘણા સમયથી કોઈ ફિલ્મનો હિસ્સો બન્યા નથી અને એવુ કહેવામાં આવી રહ્યુ હતુ કે તે આ વર્ષે અમુક પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.
તમને જણાવી દઈએ કે અનુ કપૂર 'હમ', 'એક રુકા હુઆ ફૈસલા', 'રામ લખન', 'ઘાયલ', 'હમ કિસી સે કમ નહીં', 'ઐતરાજ', '7 ખૂન માફ', 'જૉલી એલએલબી 2' જેવી ફિલ્મોમાં તેમના ઉત્તમ અભિનય માટે જાણીતા છે. અનુ કપૂરને કૉમેડી-ડ્રામા 'વિકી ડોનર'માં તેમના અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તે છેલ્લે વેબ શો 'ક્રેશ કોર્સ'માં જોવા મળ્યા હતા જેનુ પ્રીમિયર ગયા વર્ષે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર થયુ હતુ.












Click it and Unblock the Notifications
