‘ડૉ. બલદેવ ચડ્ઢા’ અન્નુ ‘મુઆવઝા’માં બનશે ‘બેચુભાઈ’!

મુંબઈ, 11 સપ્ટેમ્બર : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા અન્નુ કપૂર પોતાની આગામી ફિલ્મ મુઆવઝાની તૈયારી કરી રહ્યાં છે. આ ફિલ્મ દિલ્હી તથા રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)ના અમીરોના જીવન ઉપર કટાક્ષ કરશે.

annukapoor-muavza

વિકી ડૉનર ફિલ્મમાં ડૉ. બલદેવ ચડ્ઢા તરીકે શાનદાર અભિનય માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનું પુરસ્કાર જીતનાર અન્નુ કપૂર મુઆવઝા ફિલ્મમાં બેચુભાઈના રોલમાં નજરે પડશે. પોતાના રોલ અંગે અન્નુએ જણાવ્યું - બેચુભાઈ તેવો છોકરો છે કે જે દરેક શેરી, રસ્તા, ગામ કે શહેરમાં મળે છે.

ગિરીશ જુનેજા દિગ્દર્શિત મુઆવજા ફિલ્મના નિર્માતા જગદીશ પી. ગુપ્તાએ જણાવ્યું - મુઆવઝા એક રસપ્રદ કટાક્ષ છે કે જેમાં દર્શાવાયું છે કે કઈ રીતે પાડોસી ગામોમાં દિલ્હી અને એનસીઆરનો વ્યાપ વધારવા માટે કેટલાંક ગામવાળાઓની બેકાર જમીન લાખોમાં વેચવામાં આવે છે.

મુઆવઝા આ ગામવાળાઓની જીવનશૈલીમાં થયેલ ફેરફાર, તેમની ઓળખના પ્રશ્નો જેવી બાબતો પર કટાક્ષ કરશે. ફિલ્મમાં અન્નુ કપૂર ઉપરાંત અખિલેન્દ્ર મિશ્રા, પંકજ બેરી, ગોવિંદ પાન્ડે, દીપક વર્મા, તેજિન્દર, કમલેશ ગિલ, મનોજ બખ્શી પણ નજરે પડશે. તો તૈયાર થઈ જાઓ આયુષ્માન ખુરાના અભિનીત વિકી ડૉનરમાં સ્પર્મ કલેક્ટર કરનાર ડૉ. બલદેવ ચડ્ઢાને બેચુભાઈ તરીકે જોવા માટે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X