For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્ટ એટેકને કારણે વધુ એક દિગ્ગજ કલાકારનું નિધન, ફિલ્મજગતમાં શોકનો માહોલ

દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા પૂ રામુનું નિધન થયું છે. તેમની તબિયત બગડતાં તેમને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારની મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું.

|
Google Oneindia Gujarati News

ચેન્નાઈ, 28 જૂન : દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા પૂ રામુનું નિધન થયું છે. તેમની તબિયત બગડતાં તેમને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારની મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું. રિપોર્ટ અનુસાર, અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો.

આ ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે પૂ રામુ

આ ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે પૂ રામુ

દિગ્દર્શક શસીની ફિલ્મ પૂમાં તેમના ઉત્તમ અભિનયને કારણે પૂ રામુને વિશેષ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં પાર્વતી અને શ્રીકાંત મુખ્યભૂમિકામાં હતા. આ ફિલ્મમાં તેમના ખાસ અભિનયને કારણે તેમને પૂ રામુ મુખ્યત્વે પરીયેરમ પેરુમલ, કર્ણન, સૂરરાઈ પોત્રુ વગેરે શ્રેષ્ઠફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે.

અઠવાડિયામાં બે વાર હાર્ટ એટેક

અઠવાડિયામાં બે વાર હાર્ટ એટેક

60 વર્ષના પૂ રામુને સોમવારના રોજ ચેન્નાઈની રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પહેલા 24 જૂનના રોજ તેમનેહાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અહીંયા સારવાર બાદ પણ થોડા દિવસો બાદ સોમવારના રોજફરી એકવાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

પૂ રામના પાર્થિવ દેહને તેમના ઘરે જ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે,જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

એમકે સ્ટાલિને કર્યા યાદ

એમકે સ્ટાલિને કર્યા યાદ

પૂ રામુ છેલ્લે સુધા કાંગરા પ્રસાદ દ્વારા નિર્દેશિત સુરારાય પોત્રુમાં મોટા પડદા પર જોવા મળ્યો હતો. ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પૂ રામથિયેટર આર્ટિસ્ટ પણ હતા.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ પૂ રામુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.એમકે સ્ટાલિને પૂ રામનાપરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

એક નિવેદનમાં સ્ટાલિને જણાવ્યું હતું કે, રામુ એક શેરી નાટક કલાકાર હતા, જે ડાબેરી વિચારધારામાટે લોકોમાં સ્થાન બનાવવામાં સક્ષમ હતા.

2008માં નવી ઓળખ મળી

2008માં નવી ઓળખ મળી

ફિલ્મોમાં પૂ રામુના ઉદયની વાત કરીએ તો 2008માં તેમણે ફિલ્મ પૂમાં કામ કર્યું હતું, આ ફિલ્મના નિર્માતા શસી હતા. આ ફિલ્મ રિલીઝથયા પછી લોકો તેને પૂ રામુ તરીકે બોલાવવા લાગ્યા હતા.

ફિલ્મ નિર્માતાઓ અને ચાહકો રાજુને પૂ રામુ તરીકે બોલાવવા લાગ્યા હતા. પૂપછી, પૂ રામુએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો, જેના માટે તે હંમેશા યાદ રહેશે.

English summary
Another veteran actor died due to heart attack, tamil actor poo ramu passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X