For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૉબર્ટ ડી નીરો માટે લઘુ ફિલ્મ બનાવશે અનુપમ ખેર

|
Google Oneindia Gujarati News

anupam-kher
મુંબઈ, 12 ફેબ્રુઆરી : રૉબર્ટ ડી નીરો સાથે તેમની ઑસ્કાર નૉમિનેટેડ ફિલ્મ સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક કર્યા બાદ હવે અનુપમ ખેર આ હૉલીવુડ એક્ટરને શ્રદ્ધાંજલિ અર્પવા એક લઘુ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે. 90 મિનિટની આ લઘુ ફિલ્મનું નામ છે આઈ વેંટ શૉપિંગ ફૉર રૉબર્ટ ડી નીરો અને તે ઑસ્કાર માટે નૉમિનેટ થયેલ કો-સ્ટાર માટે બનાવાયેલ છે. આ સાથે જ અનુપમ ખેર વધુ એક ફિલ્મ બનાવી રહ્યાં છે કે જેનું નામ તેમની એક્ટિંગ સ્કૂલના નામે હશે.

અનુપમ ખેરની નિર્માણ કંપનીનું નામ છે એક્ટર પ્રીપૅર્સ મુંબઈ. મીડિયા સાથે વાતચીત દરમિયાન અનુપમે જણાવ્યું - હું છેલ્લા એક વર્ષથી ફિલ્મ દિગ્દર્શિત કરવાનું વિચારી રહ્યો હતો. સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક પૂર્ણ કર્યા બાદ હું જ્યારે અમેરિકાથી પરત ફર્યો, ત્યારે આ વાર્તાના રાઇટર યામિનીએ મને તેની વાર્તા સમજાવી. મને લાગ્યું કે આ એક બહેતરીન ફિલ્મ છે અને હું તેને સૌને બતાવવા માંગુ છું. તેથી મેં નક્કી કર્યું છે કે હું આ ફિલ્મ બનાવીશ અને દિગ્દર્શિત કરીશ.

આ લઘુ ફિલ્મની કાસ્ટ અને ક્રૂમાં ડી નીરોના ફૅન્સ છે કે જેમણે 69 વર્ષના એક્ટર પ્રત્યે પોતાનું સન્માન દાખવવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે. આઈ વેંટ શૉપિંગ ફૉર રૉબર્ટ ડી નીરો બે છોકરીઓની વાર્તા છે કે જેઓ પોતાના જીવનની મૂંઝવણો સામે સંઘર્ષ કરતી રહે છે. પછી એક દિવસ તેઓ ડી નીરો માટે શૉપિંગ માટે જાય છે અને તેમનું જીવન બદલાય જાય છે તથા એક નવો વળાંક લે છે. યામિની શિરસાગર તથા રિમલ અરોરાએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ અનુપામ ખેરની ફિલ્મ સ્પેશિયલ 26 પણ રિલીઝ થઈ છે કે જેમાં અનુપમ ખેરની એક્ટિનાં ખૂબ વખાણ થયાં છે.

English summary
Anupam Kher is making a short film in tribute to the Hollywood veteran. I Went Shopping For Robert De Niro, a 29 minute short film in honor of his Oscar-nominated co-star, is Kher's next directorial venture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X