
સ્વિમસૂટ પહેરીને દરિયામાં લપસી આ અભિનેત્રી, રાફ્ટિંગ કરતો વીડિયો થયો વાયરલ
Anusha Dandekar Rafting Video: અભિનેત્રી, વીજે અને હોસ્ટ અનુષા દાંડેકરને એડવેંચરનો ઘણો શોખ છે. સોશિયલ મીડિયા પર તેના ઘણી ફોટા અને વીડિયો સામે આવતા રહે છે. હાલમાં તે ન્યૂ યર સેલિબ્રેટ કરવા બૉયફ્રેન્ડ, બહેન શિબાની અને જીજાજી ફરહાન અખ્તર સાથે ગોવામાં છે. અહીંથી તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને સહુ કોઈ ચોંકી ગયા છે.

અનુષાએ દરિયામાં કર્યુ રાફ્ટિંગનુ સાહસ
અનુષાએ અહીં દરિયામાં રાફ્ટિંગ કરવાનુ સાહસ કર્યુ. જે દરમિયાન ગંભીર અકસ્માત થતા રહી ગયો છે. સામે આવેલા આ વીડિયોમાં દેખાય છે કે અનુષા આ દરમિયાન રાફ્ટિંગ કરી રહી છે અને જોરદાર મોજાઓ આવે છે અને તેનુ સંતુલન બગડે છે. આ પછી અનુષા પાણીમાં પડી જાય છે. અભિનેત્રીનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેની સ્થિતિ અને અનુભવ વિશે જાણવા માંગે છે.
રાફ્ટિંગ દરમિયાન દરિયામાં લપસી ગઈ
તમને જણાવી દઈએ કે અનુષાએ આ નવુ વર્ષ તેની બહેન શિબાની દાંડેકર, જીજાજી ફરહાન અખ્તર, બૉયફ્રેન્ડ અને કેટલાક નજીકના મિત્રો સાથે સેલિબ્રેટ કર્યુ હતુ. અનુષાએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે તેની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
ન્યૂ યર મનાવવા ગયા ગોવા
આ તસવીરોમાં અનુષા-શિબાની અને ફરહાન તેમના પરિવાર અને મિત્રો સાથે ક્વૉલિટી ટાઈમ વિતાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો અનુષાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શેર કરી છે. આ તસવીરોમાં ફરહાન અખ્તર, અનુષા, શિબાની અને પરિવારના મિત્રો પણ સાથે જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર સક્રિય
ઉલ્લેખનીય છે કે અનુષા દાંડેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે એકથી એક ચડિયાતી બોલ્ડ અને સેમી-નેકેડ તસવીરો શેર કરતી રહે છે. અનુષા બ્યુટી પ્રોડક્ટ બ્રાન્ડ પણ ચલાવે છે.