For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Anushka Sharma Net Worth: 35 વર્ષની અનુષ્કા શર્મા છે કરોડોની માલિક, નેટવર્થ જાણીને ચોંકી જશો

|
Google Oneindia Gujarati News

Anushka Sharma Net Worth: અભિનેત્રી અનુષ્કા શર્મા આજે બૉલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે શાહરૂખ ખાનની ફિલ્મ 'રબને બના દી જોડી'થી પોતાના બૉલિવુડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી અભિનેત્રીએ પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે.

અનુષ્કા શર્માની ગણતરી સૌથી મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. તેનુ નામ ફિલ્મી દુનિયાના અમીર કલાકારોમાં સામેલ છે. માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ જાહેરાતોમાંથી પણ અભિનેત્રી ઘણી કમાણી કરે છે. આજે એટલે કે 1 મેના રોજ તેનો 35મો જન્મદિવસ છે. આવો જાણીએ આ ખાસ પ્રસંગે અભિનેત્રીની કુલ નેટવર્થ કેટલી છે.

Anushka Sharma

અનુષ્કા શર્માની કુલ નેટવર્થ વિશે વાત કરીએ તો તે લગભગ 265 કરોડ રૂપિયા હોવાનુ કહેવાય છે. વળી, અભિનેત્રીની ગણતરી બૉલીવુડની મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. અભિનેત્રી તેની ફિલ્મથી 10થી 12 કરોડની ફી લે છે. આ સિવાય તે જાહેરખબરમાંથી પણ ઘણી કમાણી કરે છે. જાહેરાત માટે 4થી 5 કરોડ રૂપિયા લેવામાં આવે છે.

Karnataka Election: કર્ણાટકમાં છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપે ખર્ચ કર્યા 335 કરોડ રુપિયાKarnataka Election: કર્ણાટકમાં છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપે ખર્ચ કર્યા 335 કરોડ રુપિયા

આ સિવાય અભિનેત્રી કરોડોની સંપત્તિની માલિક છે. તેની પાસે મુંબઈમાં એક આલીશાન ઘર છે જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય અનુષ્કા શર્માને લક્ઝરી વાહનોનો પણ શોખ છે. જેમાં શ્રેષ્ઠ LED હેડલાઇટ્સ, Audi R8 V10 પ્લસ સ્પોર્ટ્સ કાર, શાનદાર ઉચ્ચ પ્રદર્શનવાળી કારનો સમાવેશ થાય છે.

કહેવાય છે કે પતિ વિરાટ કોહલીની સરખામણીમાં અનુષ્કા શર્માની જીવનશૈલી એકદમ સાદી છે. તે ઘણીવાર લાઈમલાઈટથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. તે પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પોતાની દીકરીને પણ લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

Happy B'day Samantha: સામંથા રુથ પ્રભુ પાસે છે બંગલા, લક્ઝરી ગાડીઓ, જાણો તેની સંપત્તિ, જીવન વિશે રસપ્રદ વાતોHappy B'day Samantha: સામંથા રુથ પ્રભુ પાસે છે બંગલા, લક્ઝરી ગાડીઓ, જાણો તેની સંપત્તિ, જીવન વિશે રસપ્રદ વાતો

ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ તેમના નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે ઇટાલીમાં લગ્ન કર્યા હતા. આજે તેમને વામિકા નામની વહાલી દીકરી છે. જોકે અભિનેત્રીએ હજુ સુધી તેની પુત્રી સાથેની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી નથી. હાલના દિવસોમાં ફિલ્મો કરતાં વધુ અભિનેત્રીઓ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે.

English summary
Anushka Sharma Birthday: Property, total net worth and luxury car collection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X