બ્રેકઅપની અફવાઓ પર અર્જૂને અલગ અંદાજમાં આપ્યો જવાબ, મલાઈકાનુ પણ આવ્યુ રિએક્શન
મીડિયામાં ચાલી રહેલા બ્રેકઅપના સમાચારો પર હવે અભિનેતા અર્જૂન કપૂરે મૌન તોડ્યુ છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચારોએ ફેન્સને પરેશાન કરી દીધા હતા. મીડિયામાં ચાલી રહેલા બ્રેકઅપના સમાચારો પર હવે અભિનેતા અર્જૂન કપૂરે મૌન તોડ્યુ છે. હવે અર્જૂન કપૂરે મલાઈકા સાથે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. વાસ્તવમાં, અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા ઘણા દિવસોથી સાથે નથી દેખાયા અને આના કારણે તેમના બ્રેકઅપની અટકળો થવા લાગી.

બ્રેકઅપ પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન
અર્જૂન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરા સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. અર્જૂન કપૂરે આ ફોટો શેર કરીને લખ્યુ છે, 'અફવાઓ માટે કોઈ જગ્યા નતી. સુરક્ષિત રહો. ખુશ રહો. લોકો માટે મંગલ કામના કરુ છુ અને તમને સહુને અઢળક પ્રેમ...' અર્જૂન કપૂરની આ પોસ્ટ પર બૉલિવુડ જગતમાંથી ઘણી હસ્તીઓએ રિએક્ટ કર્યુ છે અને બંનેની જોડીની સલામતીની દુઆઓ પણ કરી છે.
મલાઈકાએ ફોટો પર કરી દિલને સ્પર્શી જાય તેવી કમેન્ટ
અર્જૂન કપૂરની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર મલાઈકા અરોરાએ પણ રિએક્ટ કર્યુ છે. તેણે અર્જૂનની પોસ્ટ પર હાર્ટની ઈમોજી પોસ્ટ કરી છે. આ ઉપરાંત અર્જૂનની પોસ્ટ પર ભૂમિ પેડનેકર, તારા સુતારિયા, તાહિરા કશ્યપ(આયુષ્માન ખુરાનાની પત્ની) સોનલ ચૌહાણ, સોફિયા ચૌધરી અને અથિયા શેટ્ટી સહિત ઘણી સેલિબ્રિટીએ કમેન્ટ કરી. વળી, ફેન્સે પણ અર્જૂનની આ પોસ્ટ બાદ રાહતનો શ્વાસ લીધો છે. એક ઈન્સ્ટા યુઝરે લખ્યુ કે 'આ સમાચારથી મારુ દિલ જ તૂટી ગયુ હતુ, મારી મનગમતી જોડી.'

આ રીતે સામે આવ્યા હતા બ્રેકઅપના સમાચારો
અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વાસ્તવમાં, આ સમાચાર ત્યારે ઉડ્યા જ્યારે અર્જૂન કપૂર થોડા દિવસ પહેલા પોતાની બહેન રિયા કપૂરના ઘરે ડિનર પર ગયો હતો પરંતુ તેની સાથે મલાઈકા અરોરા દેખાઈ નહોતી. સામાન્ય રીતે મલાઈકા અર્જૂનના પરિવાર સાથે ડિનર પાર્ટીનો હિસ્સો રહે છે. ત્યારથી બંને અલગ થયાની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. ત્યારબાદ અર્જૂન કપૂર કોરોના પૉઝિટિવ થઈ ગયા જેના કારણે તે ઘરમાં જ ક્વૉરંટાઈન રહ્યા.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
