અર્જુન કપૂરે ગર્લફ્રેન્ડ મલાઈકાને રોમેન્ટિક બર્થ ડે વિશ કરી, ફોટો વાયરલ!
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે.
નવી દિલ્હી, 23 ઓક્ટોબર : મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. હાલ જ અર્જુન કપૂરે મલાઈકા અરોરાના 48 મા જન્મદિવસ પર તેના જન્મદિવસની શુભેચ્છાઓ આપતા એક સુંદર ફોટો સાથે એક પોસ્ટ લખી છે. જેના પર લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અર્જુન કપૂરની મલાઈકા અરોરા રોમેન્ટિક બર્થ ડે વિશ
મલાઈકા અરોરા 23 ઓક્ટોબરે 48 વર્ષની થઈ, તેના ફેન્સ અને સેલિબ્રિટી તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અર્જુન કપૂરે પણ તેની ગર્લફ્રેન્ડ માટે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી રોમેન્ટિક પોસ્ટ લખી છે.

મલાઈકા અને અર્જુન 3 વર્ષથી રિલશનમાં છે
અર્જુન અને મલાઈકા 3 વર્ષ કરતા વધુ સમયથી રિલેશનશિપમાં છે. લાંબા સમય સુધી બન્નેએ પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. પરંતુ હવે માત્ર મલાઈકા જ નહીં, અર્જુન પણ લાંબા સમયથી ખુલ્લેઆમ લોકો સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બંને એકબીજા વિશે રોમેન્ટિક વાતો લખતા રહે છે.

અર્જુન કપૂરે મલાઈકા માટે આ રોમેન્ટિક પોસ્ટ લખી
મલાઈકાના આ ખાસ દિવસે અર્જુને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મલાઈકા સાથેની રોમેન્ટિક તસવીર શેર કરી છે. ફોટોમાં મલાઈકા અર્જુનને કપાળ પર કિસ કરતી જોવા મળી રહી છે. અર્જુનને શેર કરતા અર્જુન કપૂરે લખ્યું, "આ દિવસ હોય કે અન્ય કોઈ પણ દિવસ, હું તમને માત્ર એક સ્મિત આપવા માંગુ છું. આ વર્ષે તમે સૌથી વધુ હસો."

અર્જુને તેના 34માં બર્થ ડે પર સંબંધોનો ખુલાસો કર્યો હતો
જ્યારે પણ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એક સાથે દેખાય છે અથવા સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે ઇન્ટરનેટ ખળભળાટ મચે છે. અર્જુન અને મલાઈકાની ઉંમરમાં મોટો તફાવત છે. 2019 માં અર્જુને તેના 34મા જન્મદિવસ પર Instagram પર જાહેરમાં તેમના સંબંધોની જાહેરાત કરી અને મલાઈકાએ તેના એકાઉન્ટ પર એક રોમેન્ટિક ફોટો પોસ્ટ કર્યો હતો.












Click it and Unblock the Notifications
