Pics : અર્જુન-મેહરે ઉજવી વેડિંગ એનિવર્સરી, સુઝાન પણ હાજર!
મુંબઈ, 29 માર્ચ : તાજેતરમાં ફિલ્મોના કારણે નહીં, પણ હૃતિક રોશન અને સુઝાન રોશનના સંબંધો વણસવાના કારણે ચર્ચા તથા વિવાદમાં આવેલા બૉલીવુડ અભિનેતા અર્જુન રામપાલે ગઈકાલે પોતાની લગ્નની વર્ષગાંઠ ઉજવી. અર્જુન અને તેમના પત્ની મેહર જેસિયા રામપાલે લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ગઈકાલે રાત્રે પોતાના નજીકના મિત્રો સાથે એક પાર્ટી કરી.
અર્જુન-મેહરની વેડિંગ એનિવર્સરી પાર્ટીમાં તેમના નજીકના બૉલીવુડ મિત્રો હાજર રહ્યા હતાં અને તેમાં સૌથી ખાસ મહેમાન હતાં સુઝાન. હૃતિક રોશનના પત્ની સુઝાન ઉપરાંત બૉલીવુડ અભિનેતા ચંકી પાન્ડે, અભિષેક કપૂર વિગેરે પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતાં અને સૌએ ખૂબ મસ્તી કરી હતી, પરંતુ સુઝાનની હાજરી ચર્ચાના એરણે હતી.
નોંધનીય છે કે હૃતિક-સુઝાને ગત ડિસેમ્બર માસમાં જાહેરાત કરી હતી કે બંને એક-બીજાથી જુદા રહેશે. બંને વચ્ચેના સંબંધો વણસવા પાછળના અનેક કારણોમાં એક કારણ અર્જુન-સુઝાનની નજીકની મિત્રતા પણ ચર્ચવામાં આવતી હતી. જોકે હૃતિક સાથે અલગ થયા બાદ પણ સુઝાન અર્જુનની કોઈ પણ ઇવેંટમાં હાજરી આપવામાંથી ચૂકતા નથી.
ચાલો જોઇએ અર્જુન-મહેરની વેડિંગ એનિવર્સરી પાર્ટીની તસવીરી ઝલક :

લગ્નની 16મી વર્ષગાંઠ
અર્જુન રામપાલ અને મેહર જેસિયા રામપાલના લગ્નની ગઈકાલે 16મી વર્ષગાંઠ હતી.

પાર્ટીનું આયોજન
અર્જુન-મેહરે પોતાના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ગઈકાલે રાત્રે એક પાર્ટીનું આયોજન કર્યુ હતું.

નજીકના મિત્રોના આમંત્રણ
અર્જુન-મેહરે વેડિંગ એનિવર્સરી પાર્ટીમાં બૉલીવુડના નજીકના મિત્રોને આમંત્રણ પાઠવ્યુ હતું.

ખુશખુશાલ જોડી
વેડિંગ એનિવર્સરી પાર્ટી દરમિયાન મેહર અને અર્જુન બહુ ખુશ જણાતા હતાં.

સુઝાન ખાસ મહેમાન
અર્જુન-મેહર વેડિંગ એનિવર્સરી પાર્ટીના ખાસ મહેમાન બન્યા હતાં સુઝાન.

વિવાદાસ્પદ મિત્ર
સુઝાન અર્જુન રામપાલના વિવાદાસ્પદ મિત્ર ગણી શકાય, કારણ કે હૃતિક-સુઝાનના સંબંધો વણસવા પાછળ સુઝાન-અર્જુનની નજીકની મૈત્રીને પણ કારણ ગણવામાં આવી હતી.

એન્જૉય કરતા સુઝાન
આ તસવીર ઉપરથી સ્પષ્ટ છે કે અર્જુન-મેહર વેડિંગ એનિવર્સરી પાર્ટી દરમિયાન સુઝાને ખૂબ એન્જૉય કર્યુ હશે.

મૈત્રી બરકરાર
હૃતિક સાથેના સંબંધો બગડવામાં અર્જુનનુ નામ વિવાદમાં આવ્યા છતા સુઝાને અર્જુન સાથે મૈત્રી જાળવી રાખી છે.

ભાવના-ચંકી
અર્જુન-મેહર વેડિંગ એનિવર્સરી પાર્ટીમાં બૉલીવુડ અભિનેતા ચંકી પાન્ડેએ પણ પોતાની પત્ની ભાવના સાથે હાજરી આપી હતી.

અભિષેક કપૂર
અર્જુન-મેહર વેડિંગ એનિવર્સરી પાર્ટીમાં અભિષેક કપૂર પણ આવી પહોંચ્યા હતાં.












Click it and Unblock the Notifications
