શું હવે અર્જુન રામપાલ કોન્ડોમ વેચશે?
મુંબઇ, 6 જુલાઇ: કોન્ડોમની જાહેરાત કરનાર કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિયોનનું નામ ખૂબ ચર્ચામાં રહે છે. આ પહેલાં બૉલીવુડ એક્ટ્રેસ પૂજા બેદી પણ કોન્ડોમ વેચીને ખૂબ ચર્ચામાં રહી હતી.
હવે સમાચાર મળી રહ્યાં છે કે પૂજા બેદી અને સન્ની લિયોન બાદ અર્જુન રામપાલ પણ કોન્ડોમ વેચતા નજરે પડશે. ચર્ચા છે કે એક કંપનીએ તેમને પોતાની બ્રાંડના પ્રચર માટે પસંદ કર્યા છે. પરંતુ અર્જુન રામપાલ મોટી રકમ માંગી રહ્યાં છે. કંપની થોડી ખચકાઇ રહી છે.
અર્જુન રામપાલને લાગે છે કે તેમના પ્રચારથી કંપનીને ફાયદો થશે, કંપની વિચારી રહી છે કે કોન્ડોમ વેચવાથી અર્જુન રામપાલની મહિલા પ્રશંસકોની સંખ્યામાં ધરખમ વધારો થશે.

જો બધુ બરાબર રહેશે તો ટૂંક સમયમાં જ અર્જુન રામપાલ પણ કોન્ડોમ વેચતા નજરે પડશે. સમાચાર મળી રહ્યાં છે કે અર્જુન રામપાલની સાથે બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાગદા સિંહ પણ નજરે પડી શકે છે.












Click it and Unblock the Notifications
