Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘અર્પિતા કથા’ : ફુટપાથની બાળકીથી ફલકનુમાની દુલ્હન...

મુંબઈ, 18 નેવમ્બર : કોણ છે અર્પિતા ખાન? નામ અર્પિતા અને અટક ખાન? અર્પિતા નામ છે ફુટપાથ ઉપરથી ઉપાડાયેલી એક બાળકીનું અને ખાન અટક આપી છે તેને ઉપાડનાર સલીમે.

સલીમ ખાને અર્પિતાને મુંબઈની ફુટપાથ પરથી ઉપાડી હતી. અર્પિતા સલીમ ખાનની દત્તક દીકરી છે. અર્પિતાની માતા ફુટપાથ પર તેને જન્મ આપ્યા બાદ મૃત્યુ પામી હતી અને તે વખતે સલીમ ખાને તેને ખોળે ઉપાડી લીધી હતી.

ફુટપાથ પરથી ઉપાડાયેલી એ બાળકી આજે સલમાન ખાન, સોહેલ ખાન અને અરબાઝ ખાન જેવા ભાઇઓની લાડકડી બહેન છે અને હૈદરાબાદ ખાતેની હોટેલ તાજ ફલકનુમા પૅલેસ ખાતે તેના લગ્ન યોજાવા જઈ રહ્યા છે.

અર્પિતા ખાન ખાસ તો સલમાન ખાન અને તેમના આખા પરિવારની રાજકુમારી છે. સલમાને અર્પિતા માટે 16 કરોડ રુપિયાનો ઍપાર્ટમેંટ ખરીદ્યો. સલમાન અર્પિતાના લગ્નમાં પણ ધૂમ પૈસા ખર્ચી રહ્યા છે.

ચાલો તસવીરો સાથે સંભળાવીએ અર્પિતા કથા :

બેઘર માતાની દીકરી

બેઘર માતાની દીકરી

અર્પિતા ખાન એક બેઘર માતાની દીકરી છે. સલીમ ખાને તેને ફુટપાથ પર રડતી હાલતમાં ઉપાડી હતી અને દત્તક લીધી હતી.

અર્જુન પહેલો પ્રેમ

અર્જુન પહેલો પ્રેમ

અર્પિતાએ સ્વીકાર્યુ હતું કે તેમણે બે વરસ સુધી અર્જુન કપૂર સાથે ડેટિંગ કર્યું. તે તેમની પહેલી અને એકમાત્ર ગંભીર રિલેશનશિપ હતી.

અભ્યાસ

અભ્યાસ

અર્પિતા લંડન કૉલેજ ઑફ ફૅશનમાંથી ફૅશન માર્કેટિંગ તથા મૅનેજમેંટની ડિગ્રી ધરાવે છે.

કાર્ય

કાર્ય

અર્પિતા મુંબઈ ખાતે એક આર્કિટેક્ચર તથા ઇંટીરિયર ડિઝાઇન ફર્મમાં કામ કરે છે.

આયુષનું સપનું

આયુષનું સપનું

અર્પિતાને બૉલીવુડમાં એક્ટિવ થવામાં કોઈ રસ નથી, પરંતુ તેમના ભાવિ પતિ આયુષ તેમને બિગ સ્ટાર બનતા જોવા માંગે છે.

અર્પિતાના સપના

અર્પિતાના સપના

અર્પિતા પોતાની ફૅશન બ્રાંડ લૉન્ચ કરવા માંગે છે. તેઓ ફિલ્મ પ્રોડક્શનમાં પણ ઝંપલાવવા માંગે છે.

અર્પિતા-આયુષ

અર્પિતા-આયુષ

આયુષ તથા અર્પિતાની મુલાકાત થોડાક વરસ અગાઉ એક સામાન્ય મિત્ર તરીકે થઈ હતી. બંને 2013થી ડેટિંગ કરી રહ્યા છે.

ખાસ દિવસે લગ્ન

ખાસ દિવસે લગ્ન

અર્પિતા-આયુષના લગ્ન 2015માં થવાના હતાં, પરંતુ તેની તારીખ સલીમ ખાન અને સલમા ખાનના લગ્નની 50મી વર્ષગાંઠના દિવસની નક્કી કરવામાં આવી.

પરિવારનું ટૅટૂ

પરિવારનું ટૅટૂ

અર્પિતા ખાને પોતાના કાંડા પર પરિવારના નામો સલીમ ખાન, હેલન, સલમા, સલમાન, સોહેલ, અરબાઝ અને અલવીરાનું ટૅટૂ કોતરાવ્યુ હતું. તેમણે તેમના મિત્ર દીક્ષાનું નામ પણ કોતરાવ્યુ હતું. બીજા બે શબ્દો પણ દેખાતા હતાં કે જે પ્રેમ અને ભાગ્ય હતાં.

ફલકનુમા પૅલેસમાં લગ્ન

ફલકનુમા પૅલેસમાં લગ્ન

અર્પિતાના લગ્ન હૈદરાબાદ ખાતે ફલકનુમા પૅલેસમાં યોજાવા જઈ રહ્યા છે. અર્પિતાને 16 કરોડનું મકાન પણ ગિફ્ટમાં મળી રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X