Arpita's Reception : શાહરુખ, દિલીપ સહિત ઉમટ્યું બૉલીવુડ
મુંબઈ, 22 નેવમ્બર : બૉલીવુડના સુપર સ્ટાર સલમાન ખાને પોતાના બહેન અર્પિતા ખાનના લગ્ન ખૂબ જ ધામધૂમથી હૈદરાબાદ ખાતેના પૅલેસ ફલકનુમામાં કર્યાં. અર્પિતાની મહેંદીથી લઈ સગપણ, લગ્ન વિગેરે સેરેમની ધામધૂમથી થઈ. 21 નવેમ્બરે અર્પિતાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં યોજવામાં આવ્યું કે જ્યાં સલમાન ખાન સહિત અર્પિતાના ત્રણે ભાઇઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન ખૂબ ખુશ નજરે પડ્યાં.
અર્પિતાના રિસેપ્શનમાં બૉલીવુડ ઉપરાંત બિઝનેસ જગતમાંથી પણ મોટી-મોટી હસ્તીઓ આવી હતી કે જેમાં નીતા અંબાનીનો સમાવેશ થાય છે. રિસેપ્શનમાં સૌથી ખાસ મહેમાન હતાં શાહરુખ ખાન.
શાહરુખ ખાને એક વખત કરણ જૌહરના શો દરમિયાન કહ્યુ હતું કે મને સંબંધ બનાવતા તો આવડે, પણ હું તેમને જાળવી નથી શકતો. સામાન્ય રીતે હું કંઇકને કંઇક એવુ કરી દઉ છું કે લોકો મારાથી દૂર જતા રહે છે. હું તેમને રિઝવી નથી શકતો, પરંતુ લાગે છે કે ફરી એક વાર શાહરુખ ખાન પોતાના રિસાયેલા સંબંધોને રિઝવવામાં લાગ્યા છે અને સફળ પણ રહ્યા છે.
સલમાનના બહેન અર્પિતાને શાહરુખ પણ બહેન માની છે અને મહેંદી સેરેમનીમાં તેઓએ હાજરી પણ આપી હતી. જોકે શાહરુખ હૈદરાબાદ ન પહોંચી શક્યાં, પરંતુ મુંબઈમાં યોજાયેલ રિસેપ્શનમાં શાહરુખ ખાન મોડેથીય પહોંચ્યા ખરા. શાહરુખ ઉપરાંત અજય દેવગણ, અમૃતા અરોરા, દિલીપ કુમાર, સાયરાબાનુ વિગેરે પણ રિસેપ્શનમાં હાજરી આપી.
ચાલો જોઇએ અર્પિતા-આયુષના રિસેપ્શનની તસવીરો :

અર્પિતા-આયુષ
અર્પિતા ખાન અને આયુષ શર્મા એક-બીજાને એક વરસથી જાણે છે અને અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી જ લીધો. આયુષના માતા-પિતાએ પણ અર્પિતાને ખુલ્લા દિલે અપનાવી.

સલમાન અને પરિવાર
અર્પિતાના રિસેપ્શન દરમિયાન સલીમ ખાનનો આખો પરિવાર નજરે પડે છે.

ભાઈની બહેની લાડકી
અર્પિતા પોતાના ભાઈ સોહેલ ખાનની સૌથી નજીક છે. ઉપરાંત સલમાન ખાન અને અરબાઝ ખાન પણ અર્પિતાને ખૂબ પ્રેમ કરે છે.

ભાઈની બહેની લાડકી
અર્પિતા પોતાના ભાઈ સોહેલ ખાનની સૌથી નજીક છે. ઉપરાંત સલમાન ખાન અને અરબાઝ ખાન પણ અર્પિતાને ખૂબ પ્રેમ કરે છે.

મીડિયા માટે ખાસ જગ્યા
મીડિયા તથા ફોટોગ્રાફર્સ માટે એક બૅરીકેટિંગ બનાવવામાં આવી હતી. સલમાનના બહેન અર્પિતાના લગ્નને કવર માટે ફોટોગ્રાફર્સ નહોતા આમંત્રાયા. સાથે જ અર્પિતાની મહેંદી અને તેમના સગપણ પણ કવર ન કરવામાં આવ્યાં, પણ રિસેપ્શનમાં ફોટોગ્રાફર્સ ચોક્કસ દેખાયાં.

શાહરુખ ખાન
શાહરુખે પહેલા જ કહ્યુ હતું કે તેમને આમંત્રણ મળે કે ન મળે, પણ તેઓ લગ્નમાં જરૂર આવશે, કારણ કે તેઓ અર્પિતાના પોતાની બહેન માને છે.

ડાન્સિંગ શાહરુખ
શાહરુખ ખાન અર્પિતાના રિસેપ્શનમાં મન મૂકીને નાચ્યાં. તેમની ફિલ્મ દિલ સેના હિટ ગીત ચલ છઇંયાં... પર શાહરુખ-સલમાને ઠુમકા લગાવ્યાં.

હિમેશ રેશમિયા
હિમેશ રેશમિયા પણ સલમાનના મહેમાન બના.

દિલીપ-સાયરા
સલીમ ખાનના નજીકના મિત્ર દિલીપ કુમાર બીમાર હોવા છતાં પત્ની સાયરાબાનુ સાથે અર્પિતાના રિસેપ્શનમાં પહોંચ્યાં.

પ્રફુલ્લ પટેલ
અર્પિતા-આયુષના રિસેપ્શનમાં પ્રફુલ્લ પટેલ.

દિલીપ-સાયરા
ખરાબ તબીયત હોવાના કારણે દિલીપ કુમારે સાયરાબાનુનો હાથ ઝીલી રાખ્યો હતો.

સલમાન-સલમા
સલમાન ખાન અને તેમના માતા સલમા ખાન.

ડાન્સિંગ સલમાન
રિસેપ્શનની જોરદાર પાર્ટીમાં સલમાન ખાન પણ મસ્ત થઈ ડાન્સ કરતા દેખાયાં.

સોનાક્ષી સિન્હા
સલમાન-સોનાક્ષી સાથે નજરે પડ્યાં.

અમૃતા-મલાઇકા
અમૃતા અને મલાઇકા.

અજય દેવગણ
રિસેપ્શનમાં પહોંચ્યા અજય દેવગણ.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
