જુઓ ‘ફલકનુમા’ પૅલેસની તસવીરી ઝલક
મુંબઈ, 18 નેવમ્બર : અર્પિતા ખાન અને આયુષ શર્માના લગ્નનું સમારંભ સ્થળ દેશ ભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. હા જી, અમે વાત કરી રહ્યા છીએ હૈદરાબાદ ખાતેના જૂના હેરિટેજ પૅલેસ ફલકનુમા પૅલેસની. ફલકનુમા પૈગાહ હૈદરાબાદ સ્ટેટ સાથે સંબંધ ધરાવતુ હતું અને પછી નિઝામે તેને ખરીદ્યુ હતું. 32 એકરનું ફલકનુમા પૅલેસ ચારમીનારથી 5 કિલોમીટર દૂર છે.
સલમાન ખાન અને તેમનો આખો પરિવાર ફલકનુમા પહોંચી ચુક્યો છે. બે દિવસ માટે આખું પૅલેસ ખાન પરિવારે બુક કરાવી લીધું છે અને કહે છે કે એક દિવસનો ખર્ચો એક કરોડ રુપિયા છે. કહે છે કે અર્પિતા-આયુષના લગ્નમાં અમિતાભ બચ્ચનથી માંડી આમિર ખાન સુધીની બૉલીવુડ હસ્તીઓ પહોંચવાની છે. તમે પણ જોવા માંગો છો ફલકનુમાની તસવીરી ઝલક? તો ચાલો આપને પણ બતાવી દઇએ ફલકનુમાની તસવીરી ઝલક.

સને 2000માં નિઝામ પ્રિંસ મુક્કારામ જાહ બહાદુરે તાજ હોટેલ્સને ફલકનુમા પૅલેસ 30 વર્ષની લીઝ પર આપ્યુ હતું.

ફલકનુમા પૅલેસમાં આવનાર મહેમાનોને દરવાજેથી ઘોડાગાડીમાં બેસાડી લગ્ન સ્થળ સુધી લઈ જવામાં આવશે.

ગ્રાઉંડ ફ્લોર લિવિંગ ક્વાર્ટર્સ ધરાવે છે. માર્બલ્સની સીડીઓ ઉપર તરફ લઈ જાય છે. મહેલ જેવુ અહિંનુ વાતાવરણ છે.

ફલકનુમામાં 220 રૂમ્સ અને 22 હૉલ્સ છે.

આ ડાઇનિંગ એરિયા છે કે જ્યાં 100 કરતા વધુ મહેમાનો વેડિંગ ડિનર લેવાના છે. આ ટેબલની લંબાઈ 108 ફુટ છે.

ફલકનુમા ઐતિહાસિક વસ્તુઓ, પેંટિંગ્સ, ફર્નીચર અને પુસ્તકોનો ખજાનો ધરાવે છે.












Click it and Unblock the Notifications
