શાહરૂખ ખાન સાથે સ્ક્રીન પર આર્યન ખાનનું ડેબ્યૂ, પિતા-પુત્રની જોડીની ધમાલ
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર અને પુત્રી હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. સુહાના ખાન તેની ફિલ્મની રાહ જોઈ રહી છે ત્યારે હવે તેના ભાઈ આર્યન ખાને પિતા શાહરૂખ ખાન સાથે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યુ છે.
આર્યન ખાને ફિલ્મ કે વેબ સિરિઝ નહીં પરંતુ એક જાહેરાતમાં શાહરૂખ ખાન સાથે કામ કરીને કરિયરની શરૂઆત કરી છે. બન્ને પહેલી વખત સાથે સ્ક્રીન પર જોવી મળ્યા છે. આ વીડિયોમાં આર્યન ખાને પોતાની એક્ટિંગ સ્કિલથી ફેન્સનું દિલ જીતી લીધું છે. આ કોમર્શિયલનું દિગ્દર્શન પણ પોતે કર્યું છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આર્યન ખાનને તેના પિતા શાહરૂખ ખાનની જેમ અભિનય નહીં પરંતુ નિર્દેશનમાં છે. આર્યન થોડા સમય પહેલા તેની પ્રથમ વેબ સિરીઝની જાહેરાત કરી છે. આ સિરીઝનું નિર્માણ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ કરવામાં આવશે.
બીજી તરફ શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ફિલ્મ ડંકીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં ચાલી રહ્યું છે. આ સિવાય શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ જવાન ફિલ્મમાં જોવા મળશે. આ એક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ આ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં આવશે.












Click it and Unblock the Notifications
