બ્રહ્માસ્ર-2 થી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે આર્યન ખાન? જાણો શું છે હકિકત?

બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. ડ્રગ્સ કાંડ બાદ આર્યન ખાનનું નામ હેટલાઈન્સમાં ચમક્યુ હતું. હવે આર્યન ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. ડ્રગ્સ કાંડ બાદ આર્યન ખાનનું નામ હેટલાઈન્સમાં ચમક્યુ હતું. હવે આર્યન ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આર્યન ખાનની બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી?

આર્યન ખાનની બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી?

શાહરૂખ ખાન હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે વાનરાસ્ત્રના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની એક્ટિંગે લોકોને આકર્ષ્યા હતા. લોકો તેના વાનરાસ્ત્રના કેરેક્ટર વિશે વધુ માહિતી માંગવા લાગ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ ફિલ્મમાં જોવા મળી શકે

આ ફિલ્મમાં જોવા મળી શકે

આ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બ્રહ્માસ્ત્ર 2માં જોવા મળી શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આર્યન ખાન બ્રહ્માસ્ત્ર 2માં વાનરાસ્ત્રના રોલમાં તરીકે જોવા મળી શકે છે.

પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે

પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે

આર્યન ખાન સતત ચર્ચામાં રહે છે. ડ્રગ્સ કેસ બાદ આર્યન ખાન અને તેના પરિવારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે જાણીને તેના ફેન્સ ખુશ થઈ શકે છે. બ્રહ્માસ્ત્ર 2 સાથે સંબંધિત એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આર્યન ખાન આ ફિલ્મમાં વાનરાસ્ત્ર તરીકે જોવા મળી શકે છે.

આ અધિકારીક પોસ્ટર નથી

આ અધિકારીક પોસ્ટર નથી

આર્યન ખાનના ફેન પેજ પરથી આ પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં આર્યન ખાનની તસવીર દેખાઈ રહી છે અને પાછળ બ્રહ્માસ્ત્રનું પોસ્ટર છે. આ તસવીરમાં આર્યન ખાનની સાથે તેના પિતા શાહરૂખ ખાન પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મના પોસ્ટરમાં બ્રહ્માસ્ત્ર 2: વાનરાસ્ત્ર લખવામાં આવ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પોસ્ટર સંપૂર્ણપણે નકલી છે. બ્રહ્માસ્ત્રના મેકર્સ દ્વારા આવું કોઈ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું નથી.

બ્રહ્માસ્ત્ર-1 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર-1 બોક્સ ઓફિસ પર હીટ રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 248.97 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય અને અક્કીનેની નાગાર્જુન પણ મહત્વના રોલમાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X