For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ કેસમાં ધરપકડ પર આર્યન ખાનનુ મોટુ નિવેદન - ફસાવવા માટે વૉટ્સચેટનો ખોટો ઉપયોગ

મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલી પોતાની અપીલમાં આર્યન ખાને પોતાના બચાવમાં નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન 20 દિવસથી જેલમાં છે. આર્યન ખાનની ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ લેવાના આરોપમાં ધરપકડ થઈ છે. હાલમાં તેની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. વળી, મીડિયા રિપોર્ટમાં એ સામે આવી રહ્યુ છે કે આર્યન ખાને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે એજન્સી તેની વૉટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલી પોતાની અપીલમાં આર્યન ખાને પોતાના બચાવમાં નિવેદન આપ્યુ છે.

એનસીબીની ફસાવવાની કોશિશ

એનસીબીની ફસાવવાની કોશિશ

આર્યન ખાને કહ્યુ છે કે એનસીબી તેની વૉટ્સચેટને ખોટી રીતે કોર્ટ સામે રજૂ કરી રહી છે. આર્યન ખાને કહ્યુ છે કે મારા મોબાઈલ ફોનથી લેવામાં આવેલ વૉટ્સએપ ચેટની ડિટેલની ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. હાઈકોર્ટની અરજીમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે ક્રૂઝ શિપ પર ડ્રગ્ઝ કેસમાં એનસીબી તેને ફસાવવાની કોશિશ કરી રહી છે. તેની વૉટ્સએપ ચેટને ખોટી રીતે તેની વિરુદ્ધ રજૂ કરવામાં આવી છે. આ એકદમ ખોટુ અને અયોગ્ય છે અને આવુ કોઈની સાથે ન થવુ જોઈએ.

આર્યન ખાનને કોઈ મામલે સંબંધ નથી

આર્યન ખાનને કોઈ મામલે સંબંધ નથી

આર્યન ખાન તરફથી એ પણ જણાવવામાં આવ્યુ છે કે એનસીબીને તેમની પાસેથી કોઈ પણ પ્રકારની કોઈ ડ્રગ્ઝ મળી નથી. આર્યન ખાને એ પણ જણાવ્યુ છે કે ધરપકડ કરાયેલ બાકી લોકોમાંથી તે આચિત કુમાર અને અરબાઝ મર્ચન્ટ સિવાય કોઈને જાણતો નથી. કોઈ પણ બીજા આરોપી સાથે તેને કોઈ લેવા-દેવા નથી. જણાવવામાં આવી રહ્યુ છે કે એનસીબીએ આ કેસમાં 8થી વધુ લોકોની ધરપકડ કરી છે.

એનસીબીએ જણાવ્યુ મોટુ કારણ

એનસીબીએ જણાવ્યુ મોટુ કારણ

તમને જણાવી દઈએ કે આર્યન ખાનની જામીન અરજીને સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધા બાદ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. આના પર 26 ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે. એનસીબીએ આર્યન ખાનને જામીન ન આપવાનુ કારણ જણાવીને કહ્યુ છે કે આર્યનને જામીન આપવાથી પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે માટે તેણે જેલમાં રહેવુ જોઈએ.

English summary
Aryan Khan said Ncb is misinterpreting his WhatsApp chat, Know the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X