60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરનાર આશીષ વિદ્યાર્થી છે કરોડોનો માલિક, પત્ની રૂપાલી પણ કમ નથી
Ashish Vidyarthi Rupali Barua Net Worth: બૉલિવુડના ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થીએ 25 મેના રોજ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. તેમની નવી પત્ની રૂપાલી બરુઆ ફેશન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આવો જાણીએ આશિષ અને રૂપાલી કેટલી સંપત્તિના માલિક છે.

આશિષ વિદ્યાર્થીએ ફિલ્મી કરિયરમાં બૉલિવુડ ઉપરાંત સાઉથ સિનેમામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેતાએ અત્યાર સુધીમાં 300 ફિલ્મોમાં કામ કર્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આશિષ વિદ્યાર્થીની કુલ સંપત્તિ 10 મિલિયન ડૉલર એટલે કે 82 કરોડ રૂપિયા છે. અભિનેતાની એક મહિનાની કમાણી 10 લાખની આસપાસ છે. તે એક ફિલ્મ માટે 25 લાખથી 1 કરોડ રૂપિયા લે છે.
આ ઉપરાંત આશિષ યુટ્યુબથી દર મહિને 10 લાખની કમાણી પણ કરે છે. તેમની બીજી પત્ની રૂપાલી બરુઆની નેટવર્થ વિશે વાત કરીએ, તો તે 1 મિલિયન ડૉલર એટલે કે લગભગ 8 કરોડની સંપત્તિની માલિક છે. રૂપાલી એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અને આના કારણે તે ખૂબ પૈસા કમાય છે. આ ઉપરાંત, તે મોડેલિંગ અસાઇનમેન્ટ્સ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી પણ કમાણી કરે છે.
તમને જણાવી દઈએ કે 25 મેના રોજ આશિષ વિદ્યાર્થિએ ફેન્સને પોતાના લગ્ન વિશે માહિતી આપી હતી. કપલના આ લગ્ન પરિવારના સભ્યો અને નજીકના મિત્રો વચ્ચે કોર્ટ મેરેજ હતા. મળતી માહિતી અનુસાર, લગ્ન પછી હવે આ કપલ મિત્રો અને સંબંધીઓ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. બંનેના લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરો જોઈને કહી શકાય છે કે કપલ એકબીજા સાથે ખૂબ જ ખુશ છે.












Click it and Unblock the Notifications
