Asit Modi Net Worth: અસિત મોદી પર કલાકારોને સેલેરી ન આપવાનો આરોપ, જાણો તેમની કુલ સંપત્તિ અને કમાણી

Asit Modi Net Worth: ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત કુમાર મોદી હાલમાં લાઈમલાઈટમાં છે. તમને જણાવી દઈએ કે તારક મહેતા શોના ઘણા કલાકારો છેલ્લા કેટલાક સમયથી સીરિયલના નિર્માતા અસિત કુમાર મોદી પર વિવિધ આરોપો લગાવી રહ્યા છે.

ઘણા કલાકારોએ તેમના પર ખરાબ વર્તનનો આરોપ લગાવ્યો છે, જ્યારે અમુક કલાકારો કહે છે કે અસિત મોદીએ તેમને મૌખિક રીતે હેરાન કર્યા છે અને ઘણા મહિનાઓથી તેમનો પગાર પણ ચૂકવ્યો નથી. આવો જાણીએ અસિત મોદીની કુલ સંપત્તિ અને કમાણી વિશે.

asit modi

અસિત મોદી ટીવી એક્ટર હોવાની સાથે સાથે નિર્માતા, નિર્દેશક અને નીલા ટેલી ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા મોદીને બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ તેમણે પડદા પાછળ રહીને ટીવી ઈન્ડસ્ટ્રી માટે ઘણુ કર્યુ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તેમના પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

અસિત મૌદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સબ ખેલો સબ જીતો, વાહ જેવા ઘણા પ્રખ્યાત ટીવી શોમાં નિર્માતા તરીકે કામ કર્યું છે. વાહ! ક્યા બાત હૈ!, ક્રિષ્નાબેન ખાખરાવાલા, પ્યાર મેં ટ્વિસ્ટ, મેરી બીવી અદ્ભુત, યે દુનિયા હૈ રંગેં અને હમ સબ એક હૈ, લોકો સમક્ષ રજૂ કરી છે.

અસિત કુમાર મોદીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી કમાણી કરી છે. stardom1.com અનુસાર, તેમની કુલ સંપત્તિ 50 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની કમાણી મુખ્યત્વે ટીવી સીરિયલોમાંથી છે. એટલું જ નહીં, તેમણે ઘણી શૉર્ટ ફિલ્મો અને જાહેરાતો પણ બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસિત કુમાર મોદી ચેરિટી કરવામાં પણ આગળ છે.

નિર્માતા અસિત કુમાર મોદી મુંબઈમાં એક આલીશાન બંગલામાં રહે છે જેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. તેમણે આ બંગલાને ખૂબ જ પ્રેમથી સજાવ્યો છે. અસિત કુમાર મોદી મોંઘા વાહનોના પણ શોખીન છે. તેમના મોંઘા વાહનોમાં BMW અને પોર્શે જેવી લક્ઝુરિયસ કારનો સમાવેશ થાય છે.

અસિત મોદીએ પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી. તેમણે થિયેટરમાં અભિનેતા, ટેકનિશિયન અને સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યુ. તેમણે ગુજરાતી વ્યાવસાયિક સ્ટેજ શો માટે લાઇટિંગ ડિઝાઇનર તરીકે પણ કામ કર્યુ છે. ગુજરાતના વતની આસિત મોદીએ પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ સીરિયલો પણ બનાવી છે.

અસિત મોદીએ ગુજરાતી ટેલીવિઝન પર સાહિત્યિક હસ્તીઓ સાથે અનેક શો પણ બનાવ્યા છે. આસિત કુમાર મોદીએ એક સમયે ટીવીની પ્રખ્યાત સીરિયલ રજનીનું પ્રોડક્શન, ક્રિએટિવ ટીમ અને માર્કેટિંગ પણ સંભાળ્યુ છે. અસિત મોદીની પ્રખ્યાત સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 2008થી ટીવી પર પ્રસારિત થઈ રહી છે. ટીવી પર આ સીરિયલને 15 વર્ષ પૂરા થયા છે અને તે હજુ પણ બતાવવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X