‘વીસના યુવાનની જેમ ગાય છે સડસઠના બાલસુબ્રહણ્યમ’

મુંબઈ, 4 જુલાઈ : પ્રસિદ્ધ ગાયક એસ પી બાલસુબ્રમણ્યમે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના શીર્ષક ગીતને અવાજ આપ્યો છે. ફિલ્મની સંગીતકાર બેલડી વિશાલ-શેખરમાંના શેખર રવજિયાણીએ જણાવ્યું કે સુબ્રમણ્યમની ઉંમર 67 વર્ષની છે, પરંતુ તેમનો અવાજ 20 વર્ષના યુવાન જેવો છે.

shekhar-s-p-balasubramaniam

ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ માટે ગાયક તરીકે બાલસુબ્રમણ્યમની પસંદગી સંગીતકાર જોડી વિશાલ-શેખર, દિગ્દર્શક રોહિત શેટ્ટી તથા ફિલ્મના નાયક શાહરુખ ખાને સંયુક્ત રીતે કરી હતી. શેખરે ચેન્નઈ એક્સપ્રેસના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે બાલસુબ્રમણ્યમના વખાણ કર્યાં. આ પ્રસંગે શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે પણ હાજર હતાં.

શેખરે જણાવ્યું - અમે અનેક વર્ષોથી તેમના પ્રશંસક રહ્યાં છીએ. મેં આ નિર્ણય અંગે શાહરુખને પૂછ્યું, તો તેમણે જણાવ્યું - હા આપ તેમને લઈ શકો છે. તેથી અમે તત્કાળ ચેન્નઈ ખાતે સુબ્રમણ્યમના મૅનેજરનો સમ્પર્ક સાધ્યો. શેખરે જણાવ્યું - તેમની વય 67 વર્ષની છે. તેઓ 37 હજાર કરતાં વધુ ગીતો ગાઈ ચુક્યાં છે અને તેમનો અવાજ 20 વર્ષના યુવાનની જેમ છે. તેઓ અદ્ભુત છે અને આ કોઈ મહાન વ્યક્તિત્વ સાથે કામ કરવાનો બહેતરીન અનુભવ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X