For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુષ્માન ખુરાનાઃ ‘આર્ટિકલ 15'ની સ્ક્રિપ્ટ વાંચો તો ઉંઘ આવવાની બંધ થઈ ગઈ હતી

અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘આર્ટિકલ 15' શુક્રવારે દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ.

|
Google Oneindia Gujarati News

અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15' શુક્રવારે દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ. ફિલ્મ મૂળ રીતે જાતિગત ભેદભાવ પર આધારિત છે. ફિલ્મમાં દેશમાં જાતિ વિશે બનેલી ઘણી ઘટનાઓને બતાવવામાં આવી છે જેમાંથી એક 2014નો બદાયું ગેંગરેપ પણ એક છે.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયન પીએમે ટ્વીટ કરી મોદી સાથેની સેલ્ફી, લખ્યુ, 'કેટલા સારા છે મોદી'આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયન પીએમે ટ્વીટ કરી મોદી સાથેની સેલ્ફી, લખ્યુ, 'કેટલા સારા છે મોદી'

દલિત ગામમાં શૂટિંગ દરમિયાન સમજ્યો જિંદગી

દલિત ગામમાં શૂટિંગ દરમિયાન સમજ્યો જિંદગી

ઈન્ડિયા ટુડેના હવાલાથી આયુષ્માન ખુરાનાએ કહ્યુ કે - ફિલ્મનો વિષય કદાચ એટલો ગંભીર હતો કે તેણે મારી અંદરના ખરાબ રૂપને કાઢી દીધુ. વાસ્તવમાં હું ગુસ્સામાં હતો. જ્યારે હું સ્ક્રિપ્ટ વાંચી રહ્યો હતો તો મને સારી ઉંધ આવવાની બંધ થઈ ગઈ હતી. હું અત્યાચારો વિશે ઘણો બધો ઈતિહાસ વાંચી રહ્યો હતો...જેથી એક અભિનેતા તરીકે, પોલિસ તરીકે હું મારા પ્રદર્શનને સારુ કરી શકુ. આ ફિલ્મ વિશેષ રીતે મારે કરવી હતી. તે વ્યવસ્થિત રીતે થઈ. સ્વચ્છ સમાજનો હિસ્સો હોવાના નાતે મારે આ રીતના કન્ટેન્ટ વિશે વાંચવાનુ હતુ. મને ખબર નહોતી - મને આ વિશે ખૂબ ઓછી જાણકારી હતી પરંતુ દલિત ગામ વચ્ચે શૂટિંગ કરીને સામાન્ય રીતે જીવનનુ એક સારુ પરિપ્રેક્ષ્ય સમજમાં આવ્યુ.

દૈશમાં છે ભારે વિરોધ

દૈશમાં છે ભારે વિરોધ

ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં બતાવાયેલા દ્રશ્યો, સંવાદ અને પટકથા કહાની માટે સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો આ ફિલમને એક ષડયંત્ર તેમજ જાતિ વિશેષને બદનામ કરવાની કોશિશ ગણાવીને ફિલ્મની રિલીઝ અટકાવવાની માંગ કરી રહ્યા છે. આ વિશે રાજધાની દિલ્લીથી લઈને તમામ શહેરોમાં સતત પ્રદર્શનનો દોર ચાલી રહ્યો હતો અને હવે કેસ ન્યાયપાલિકા પાસે પહોંચી ગયો છે. હાલમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવાશે કે નહિ તે હાઈકોર્ટના નિર્ણય પર નિર્ભર કરશે.

શું કહેવામાં આવ્યુ હાઈકોર્ટમાં

શું કહેવામાં આવ્યુ હાઈકોર્ટમાં

ફિલ્મ રિલીઝ પહેલા ઈલાહાબાદ હાઈકોર્ટમાં ફિલ્મ આર્ટિકલ 15 પર પ્રતિબંધ લગાવવાની માંગ વિશેની અરજીમાં બતાવવામાં આવ્યુ છે કે આ ફિલ્મમાં બદાયું રેપ કાંડ વિશે મનગઢંત કહાની બનાવવામાં આવી છે. અસલી મુદ્દો તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મમા ગેંગરેપના આરોપીઓને બ્રાહ્મણ દર્શાવવામાં આવ્યા છે. આના દ્વારા સામાજિક વિદ્વેષ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં મૂળ તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે અને જાતિ વિશેષને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આનાથી સામાજિક ઉન્માદ થશે અને સમાજમાં ખોટો સંદેશ સાથે અશાંતિ ફેલાશે.

English summary
ayushman khurana says i couldn't get good sleep after reading article 15 scripting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X