B'day: 80 વર્ષના થયા અમિતાભ બચ્ચન, રાતે 12 વાગે 'જલસા'ની બહાર આવીને ફેન્સનો માન્યો આભાર
મંગળવારે 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન પોતાનો 80મો જન્મદિવસ મનાવી રહ્યા છે.
મુંબઈઃ બૉલિવુડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ભારતમાં કોઈ તહેવારથી કમ નથી. મંગળવારે 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન પોતાનો 80મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પોતાના જન્મદિવસની શરુઆત થતા જ રાતે 12 વાગે મુંબઈમાં પોતાના આવાસ 'જલસા'ની બહાર ભેગા થયેલા ફેન્સને અચાનક રાતે 12 વાગે જોઈને અમિતાભ બચ્ચન આશ્વર્યચક્તિ થઈ ગયા.

અમિતાભે બચ્ચને અડધી રાતે પોતાના જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે બહાર આવેલા ફેન્સનો આભાર માન્યો. આનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. અમિતાભ બચ્ચન સાથે રાતે જલસાની બહાર તેમની દીકરી શ્વેતા નંદા પણ દેખાઈ.
અમિતાભ બચ્ચને બ્લેક એન્ડ વ્હાઈટ રંગનુ જેકેટ પહેર્યુ હતુ. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જલસાના ગેટ પર રાતે અમિતાભ બચ્ચન લગભગ 1થી 2 મિનિટ સુધી રોકાયા અને પોતાના ફેન્સને હાથ બતાવીને અભિવાદન કર્યુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અમિતાભ બચ્ચનના જન્મદિવસના ખાસ પ્રસંગે મંગળવારે મુંબઈમાં તેમની ડૉન, દીવાર અને અમર અકબર એંથની જેવી સુપરહીટ ફિલ્મો માટે એક ખાસ સ્ક્રીનિંગ આયોજિત કરવામાં આવી. આ સ્ક્રીનિંગમાં બૉલિવુડની ઘણી હસ્તીઓ સામેલ થઈ. દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીથી લઈને અનન્યા પાંડે સુધી અમિતાભ બચ્ચનના જન્મદિવસ મનાવવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મીડિયાના ઘણા સભ્યો સ્ક્રીનિંગમાં સામેલ થયા. ઘણાએ ત્યાં ડાંસ કર્યો અને ગીતો ગાયા.
#WATCH | Actor Amitabh Bachchan surprises fans gathered outside his residence 'Jalsa' in Mumbai, as he walks out at midnight to greet them on his birthday pic.twitter.com/9iijjaWRoi
— ANI (@ANI) October 10, 2022












Click it and Unblock the Notifications
