For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Clean India : ગંદકીને લાગશે આમિરનો પંચ, પ્રિયંકાનો મુક્કો, દયા-જેઠાના હાસ્ય-બાણ!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 ઑક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાનને બૉલીવુડનું પણ જોરદાર સમર્થન મળ્યું છે. એક તરફ વડાપ્રધાને જ્યારે નવી દિલ્હી ખાતે આ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું, ત્યારે બૉલીવુડ અભિનેતા આમિર ખાન અણધારી રીતે પહોંચી ગયા, તો બીજી બાજુ મોદીના આહ્વાન બાદ મોટાભાગની બૉલીવુડ અને ટેલીવુડ સેલિબ્રિટીઓએ સ્વચ્છ ભારત અભિયાનમાં સહકાર આપવાની વાત કરી છે.

બૉલીવુડ અભિનેતા આમિર ખાને તો ભારત સરકારને સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની તૈયારી બતાવી છે, તો મોદીના નવ રત્નોમાં સામેલ પ્રિયંકા ચોપરાએ મોદીના નિમંત્રણને સહર્ષ સ્વીકારી સ્વચ્છતાને આદત બનાવની અપીલ કરી છે. તેવી જ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલીવિઝન શોની આખી ટીમ પણ મોદીના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી સ્વચ્છ ભારત ઝુંબેશમાં જોડાવાની તૈયારી બતાવી છે.

ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાને જણાવ્યું છે કે તેઓ ભારત સરકારની સ્વચ્છ ભારત ઝુંબેશમાં પૂરો સહકાર આપશે. તેઓ આ ઝુંબેશમાં ભારતના એમ્બેસેડર બનવા પણ તૈયાર છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ મોદીના આમંત્રણનો સ્વીકાર કરતા જણાવ્યું - દરેક પગલુ મહત્વનું હોય છે. આપણે બદલવા માંગીએ છીએ. આપણે સ્વચ્છ ભારત ઇચ્છીએ છીએ. આ જ સમય છે સ્વચ્છ ભારતનો. જો આપણે તેને સપોર્ટ નહીં કરીએ, તો કંઇ જ નહીં થાય, પરંતુ જો આપણે બધા સાથે મળીને ચાલીશું, તો તેને ડિફરંટ બનાવી શકીશું. સ્વચ્છતાને આદત બનાવવી જોઇએ. હું વડાપ્રધાનના અભિયાનને ભરપૂર ટેકો આપીશ અને તમામ સહકાર આપીશ.

અસિત મોદી

અસિત મોદી

વડાપ્રધાનના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ કહ્યું કે તેઓ પોતાના શો દ્વારા અને શોની બહાર પણ સ્વચ્છ ભારત અભિયાનમાં સહકાર આપશે. તેમણે કહ્યું કે શોમાં આગામી સમયમાં સ્વચ્છતા પર આધારિત ખાસ એપિસોડો આવશે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

દિશા વાકાણી

દિશા વાકાણી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયા ભાભી એટલે કે દિશા વાકાણીએ પણ વડાપ્રધાન દ્વારા શોને આ ઝુંબેશનો ભાગ બનાવવા બદલ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ શો દરમિયાન અને શોની બહાર પણ આ ઝુંબેશમાં મોટા ઉપાડે ભાગ લેશે.

દિલીપ જોશી-શૈલેષ લોઢા

દિલીપ જોશી-શૈલેષ લોઢા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તથા તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએએ પણ વડાપ્રધાનના નિમંત્રણ પર ગૌરવ અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ આ ઝુંબેશને સમ્પૂર્ણ ટેકો આપે છે અને શો દરમિયાન તેઓ દર્શકોને આ વિશે જાગૃત કરવાનો પૂરતો પ્રયત્ન કરશે.

સુભાષ-હૃતિક

સુભાષ-હૃતિક

ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈએ સ્વચ્છ ભારત અભિયાનને ટેકો આપ્યો છે. સુભાષ ઘઈએ પોતાની સંસ્થા વિશલિંગ વૂડ્સ ઇંટરનેશનલ ફિલ્મ સ્કૂલમાં હૃતિક રોશન સાથે મળી ઝાડુ લગાવી હતી.

વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ

Thought first, then word and finally action. Action without thought will never last. Need to clean the thought first. #SwachhBharat

કમલ હસન

કમલ હસન

નરેન્દ્ર મોદીના નવ રત્નોમાં કમલ હસનનો પણ સમાવેશ થાય છે અને તેઓ પણ ચોક્કસ આ સ્વચ્છતા ઝુંબેશમાં સહકાર આપશે.

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિનીએ જણાવ્યું કે ગાંધી જયંતીએ શરૂ કરાયેલ આ ઝુંબેશમાં સૌએ જોડાવુ જોઇએ.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

દીયા મિર્ઝાએ પણ સ્વચ્છ ભારત અભિયાનને ટેકો આપ્યો છે.

સુચિત્રા કૃષ્ણમૂર્તિ

સુચિત્રા કૃષ્ણમૂર્તિ

1.Toilets for all 2. Spitting to be made criminal offense 3. Eco friendly garbage disposal.

English summary
Actor-producer Aamir Khan Thursday said he will be glad to be a brand ambassador for the Clean India campaign and appealed to people to join it. Filmmaker Subhash Ghai, Hrithik Roshan, Priyanka Chopra showed their support towards the Clean India. Taarak Mehta... team aslo support this campaing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X