Pics : ફિલ્મોનું ચલણ બદલી નાંખશે બીએ પાસ : મહેશ ભટ્ટ

મુંબઈ, 23 જુલાઈ : અનુભવી ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ દિગ્દર્શક અજય બહેલની આવનાર ફિલ્મ બીએ પાસથી ખૂબ જ પ્રભાવિત છે. તેમણે જણાવ્યું કે બીએ પાસ લીક સે હટકે ફિલ્મ છે કે જે ફિલ્મોનું ચલણ બદલવાનું કામ કરશે.

કહે છે કે ફિલ્મની વાર્તા લેખક મોહન સિક્કાના પુસ્તક ડેલ્હી નોએરની વાર્તા ધ રેલવે આંટી પર આધારિત છે. ફિલ્મ પુરુષ વેશ્યાવત્તિ અંગે વાત કરે છે. અભિનેત્રી શિલ્પા શુક્લા ફિલ્મમાં સારિકા આંટીની ભૂમિકા ભજવી રહ્યાં છે.

મહેશ ભટ્ટે બીએ પાસ ફિલ્મ અંગે યોજાયેલ એક પત્રકાર પરિષદ્ દરમિયાન જણાવ્યું - હું આપને વિશ્વાસ અપાવુ છું કે લોકો વર્ષો સુધી ફિલ્મ બીએ પાસ વિષે વાતો કરશે. ઘણી-બધી એવી ફિલ્મો છે કે જેમાં મોટા સ્ટાર્સે કામ કર્યું છે, પણ રિલીઝ પછી અઠવાડિયા બાદ ભાગ્યે જ કોઈ ફિલ્મને યાદ કરવામાં આવે છે, પરંતુ બીએ પાસ ફિલ્મને 20-25 વરસ બાદ પણ યાદ કરવામાં આવશે.

આવો જોઇએ બીએ પાસ ફિલ્મની તસવીરો અને જાણીએ મહેશ ભટ્ટ દ્વારા શું કહેવામાં આવ્યું :

અજય બહેલના વખાણ

અજય બહેલના વખાણ

મહેશ ભટ્ટે બીએ પાસ ફિલ્મના દિગ્દર્શક અજય બહેલના કામ અને મહેનતના મન મૂકીને વખાણ કર્યાં. તેમણે જણાવ્યું - મારા હિસાબે અજય બહેલ આવતીકાલના સુપરસ્ટાર દિગ્દર્શક છે.

ચક દે ગર્લ બન્યાં હૉટ

ચક દે ગર્લ બન્યાં હૉટ

ચક દે ગર્લ શિલ્પા શુક્લા બીએ પાસમાં હૉટ અને સેક્સી રોલ કરી રહ્યાં છે.

ટ્રેલરને બહોળો પ્રતિસાદ

ટ્રેલરને બહોળો પ્રતિસાદ

અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભોમાં ઘણાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર બીએ પાસ ફિલ્મનું ઑફિસિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેને ઇંટરનેટ ઉપર અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધું છે, કારણ કે આ ટ્રેલર અત્યંત બોલ્ડ છે.

ઇંટીમેટ શિલ્પા શુક્લા

ઇંટીમેટ શિલ્પા શુક્લા

ટ્રેલરમાં ફિલ્મની અભિનેત્રી શિલ્પા શુક્લા ખૂબ જ ઇંટીમેટ થયાં છે. જોકે શિલ્પા અગાઉ કહી જ ચુક્યાં છે કે આવા દૃશ્યો માટે તેઓ અસહજ હતાં, પરંતુ પિતાની પ્રેરણા બાદ તેઓ આવા દૃશ્યો કરી શક્યાં.

ઑગસ્ટમાં રિલીઝ

ઑગસ્ટમાં રિલીઝ

બીએ પાસ ફિલ્મ આગામી 2જી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મને મહેશ ભટ્ટના વખાણ મળતાં તે વધુ ચર્ચામાં આવી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X