બાહુબલી એક્ટરે કર્યો ખુલાસોઃ હું એક આંખે આંધળો છું..

Written By:
Subscribe to Oneindia News

ભારતીય સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મોમાં પોતાનું સ્થાન કાયમ કરનારી ફિલ્મ બાહુબલી 2 ની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. કમાણીમાં ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા છે. બાહુબલી ના તમામ પાત્રોના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. સૌથી વધુ વખાણ પ્રભાસ અને રાણા દગ્ગુબાટીના થઇ રહ્યાં છે.

બાહુબલીમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર રાણા દગ્ગુબાટીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

'હું એક આંખે આંધળો છું'

'હું એક આંખે આંધળો છું'

રાણા દગ્ગુબાટીએ જણાવ્યું કે, તે એક આંખે જોઇ નથી શકતાં. એક શો દરમિયાન રાણાએ આ વાતનો ખુલાસો કર્યો છે. ફિલ્મમાં અનેક ધમાકેદાર એક્શન અને યુદ્ધના સિન આપી દર્શકોને આશ્ચર્યમાં મુકનાર રાણાએ કહ્યું હતું કે, મારે તમને જણાવવું છે કે, હું એક આંખે આંધળો છું.

માત્ર ડાબી આંખે જોઇ શકું છું

માત્ર ડાબી આંખે જોઇ શકું છું

રાણાએ આગળ જણાવ્યું કે, હું માત્ર ડાબી આંખે જોઇ શકું છું. આ જમણી આંખ અન્ય વ્યક્તિની છે, જે તેના મૃત્યુ બાદ મને દાન કરવામાં આવી હતી. હું નાનો હતો ત્યારે એલ.વી.પ્રસાદે મારું ઓપરેશન કર્યું હતું.

ધમાકેદાર કલેક્શન

ધમાકેદાર કલેક્શન

ઉલ્લેખનીય છે કે, બાહુબલી 2નું બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ ધમાકેદાર રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મે પહેલા જ દિવસમાં લગભગ 144 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ માત્ર ભારતના કલેક્શનનો આંકડો છે.

સૌથી મોટો રેકોર્ડ

સૌથી મોટો રેકોર્ડ

તમામ ભાષાઓમાં મળીને બાહુબલી 2 ફિલ્મને 121 કરોડનું ઓપનિંગ મળ્યું છે. ભારતીય સિનેમાનો આ સૌથી મોટો રેકોર્ડ છે. આ ફિલ્મ ઓછામાં ઓછા 50થી 60 દિવસ બોક્સ ઓફિસ પર ટકે એવી શક્યતા છે.

સૌથી મોંઘી ટિકિટો

સૌથી મોંઘી ટિકિટો

કેટલાક થિયેટરમાં બાહુબલી 2 ફિલ્મની ટિકિટની કિંમત રૂ.1500 સુધી પહોંચી છે, તો બીજી બાજુ ગોલ્ડ ક્લાસ ટિકિટોની કિંમત રૂ.2500 સુધી પહોંચી છે. બાહુબલી 2 ફિલ્મે એ દિલ હે મુશ્કિલનો રેકોર્ડ તોડ્યો છે. એ દિલ હે મુશ્કિલની ટિકિટ રૂ.2400માં વેચાઇ હતી.

બાહુબલી વિ. બાહુબલી 2

બાહુબલી વિ. બાહુબલી 2

બાહુબલી ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. બાલિવૂડમાં પણ આ ફિલ્મ સુપરહિટ રહી હતી. બાહુબલી 2ને લોકોને મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો છે. બાહુબલી(હિંદી)નું પહેલાં દિવસનું કલેક્શન હતું 5 કરોડ, તો બાહુબલી 2એ રૂ.41 કરોડ સાથે ધમાકેદાર ઓપનિંગ કર્યું છે.

અહીં વાંચો

અહીં વાંચો

બાહુબલીની બોલિવૂડ રિમેક, આ છે સ્ટારકાસ્ટ!

મચ અવેઇટેડ ફિલ્મ બાહુબલી 2 રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મની બોલિવૂડ રિમેકમાં કંઇક આવી સ્ટારકાસ્ટ હોવાની સંભાવના છે.

અહીં વાંચો

અહીં વાંચો

FilmReview:આખરે ખબર પડી ગઇ,કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

ફિલ્મ રિવ્યૂઃ બાહુબલી 2: ધ કનક્લૂઝન. આખરે ખબર પડી જ ગઇ, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જાણો અહીં.

English summary
Baahubali-2 actor Rana Daggubati is blind from one eye.
Please Wait while comments are loading...