DHAMAKA: "બાહુબલી" પ્રભાસ ધુમ-4થી કરશે બોલીવુડ એન્ટ્રી!
સાઉથ બ્લોકબ્લસ્ટર ફિલ્મ બાહુબલીથી દુનિયાભરમાં છવાઇ જનાર પ્રભાસ હવે બોલીવુડ ડેબ્યુ કરશે તે સમાચાર કોઇ ધમાકાથી કમ નથી. જો અફવાનું માનીએ તો પ્રભાસ યશરાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ધુમ-4 દ્વારા બોલીવુડ એન્ટ્રી કરશે.
આદિત્ય ચોપડા અને ધુમ 4ના નિર્દેશક વિજય કૃષ્ણા આચાર્યએ એકસાથે બાહુબલી જોઇ અને પ્રભાસના પર્ફોમન્સથી તેઓ ઘણાં ખુશ પણ હતા. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ધુમ-4માં પ્રભાસ ફિલ્મમાં મેઇન વિલેનના રોલમાં અને ઋત્વિક રોશન કેમીયો કરતા જોવા મળશે. જો કે આ ખબરની હજી પુષ્ટી નથી થઇ. જણાવી દઇકે કેટલાક દિવસો પહેલા ફિલ્મમાં અમિતાભ બચ્ચનના હોવાની વાત પણ મળી હતી.
અહીં જાણો ફિલ્મ ધુમ-4 સાથે અત્યારસુધી કયા કયા સ્ટાર્સના નામ જોડાઇ ચૂક્યા છે.

ઋત્વિક રોશન
જાણવા મળી રહ્યું છેકે આ ફિલ્મમાં ઋત્વિક રોશન extented કેમિયો કરતા જોવા મળશે. તેમનું પાત્ર નેગેટીવ હશે.

અમિતાભ બચ્ચન
ધુમ સિરીઝમાં અત્યારસુધી આપણે અભિષેક બચ્ચનને જોયા છે. પરંતુ ધુમ-4 માટે બિગ બીનું નામ પણ જોડવામાં આવી રહ્યું છે.

દિપીકા પાદુકોણ
અફવાનું માનીએ તો આ ફિલ્મ માટે દિપીકા પાદુકોણનો અપ્રોચ પણ કરવામાં આવ્યો છે. પરંતુ દિપીકાએ ફિલ્મ માટે ના પાડી દીધી હતી.

ઐશ્ચર્યા રાય બચ્ચન
દિપીકા બાદ ફિલ્મ માટે ઐશ્ચર્યા રાય બચ્ચનનો અપ્રોચ પણ કરવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી એશનો જવાબ નથી આવ્યો.

સલમાન ખાન
જી હા, સરપ્રાઇઝ...જણાવી દઇએ કે આ ફિલ્મમાં ઋત્વિક રોશનની જગ્યાએ નેગેટીવ રોલ સલમાન ખાન કરવાના હતા.

રણવીર સિંહ
ધૂમ-4 સાથે રણવીર સિંહનું નામ પણ જોડવામાં આવ્યુ હતુ. પરંતુ તે માત્ર અફવા જ હતી.












Click it and Unblock the Notifications
