બચ્ચન પરિવાર ભોપાલમાં : ઐશ-જયા ‘સાથ-સાથ નહીં...’
ભોપાલ, 6 ડિસેમ્બર : બચ્ચન પરિવાર ભોપાલ પહોંચ્યો છે. ભોપાલ જયા બચ્ચનનું પીયર છે અને આમ જોઇએ તો અમિતાભ બચ્ચન પોતાની સાસરી ધરાવતા શહેરમાં પહોંચ્યાં છે. તેમની સાથે પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા તો છે, પરંતુ ભોપાલ જેનું પીયર છે તે એટલે કે અમિતાભના પત્ની જયા બચ્ચન ગાયબ હતાં. જયા બચ્ચન ભોપાલ પહોંચ્યા તો ખરા, પણ પરિવાર સાથે નહીં.
શક્ય છે કે જયા બચ્ચન કોઈક કારણસર બચ્ચન પરિવાર સાથે ભોપાલ નહીં પહોંચી શક્યાં હોય, પણ તાજેતરમાં આવેલા સાસુ-વહુના ઝગડાના પગલે જયાની ગેરહાજરીએ લોકો અને મીડિયાને વિચારવા મજબૂર કરી છે. ચર્ચાઓ ચાલી નિકળી છે કે વહુ ઐશ્વર્યા રાય સાથે સંબંધોમાં આવેલી ઓટના પગલે જયા બચ્ચન કદાચ પરિવાર સાથે ભોપાલ નહીં પહોંચ્યાં હોય અને પછીથી આવ્યાં હોય.
તાજેતરમાં જ સમાચાર વહેતા થયા હતાં કે બચ્ચન પરિવારમાં બધુ સમસુથરૂ નથી ચાલી રહ્યું. આદર્શ વહુ ગણાતા ઐશ્વર્યા રાય અને સાસુ જયા બચ્ચન વચ્ચે ગેરસમજણ ઊભી થઈ છે કે જેથી ઐશ જયાથી જુદા રહેવા જવાનાં છે. તેવામાં ભોપાલ ખાતે બચ્ચન પરિવાર જ્યારે અમિતાભ બચ્ચનના એક મિત્ર રાજેશના ઘેર લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે ભોપાલ પહોંચ્યો, ત્યારે જયાની ગેરહાજરી જોતા સ્વાભાવિક છે કે પ્રશ્નો તો ઊભા થવાનાં જ છે. જોકે જયા બચ્ચન લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતાં
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ કહાણી :

ભોપાલ પહોંચ્યો પરિવાર
અમિતાભ બચ્ચન પોતાના એક મિત્ર રાજેશના ઘરે લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે ભોપાલ પહોંચ્યાં. તેમની સાથે પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા હતાં.

જયા ગેરહાજર
બચ્ચન પરિવાર ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભોપાલ પહોંચ્યાં, પરંતુ તેમની સાથે જયા બચ્ચનની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.

ઝગડા ઇફેક્ટ
તાજેતરમાં જ સમાચાર વહેતા થયા હતાં કે બચ્ચન પરિવારમાં આદર્શ વહુ ઐશ અને સાસુ જયા વચ્ચે સંબંધો વણસ્યાં છે. તેથી લોકો અટકળો લગાવતા હતાં કે જયા-ઐશ એક સાથે નહીં આવ્યાં હશે.

પછીથી પહોંચ્યા જયા
જોકે જયા બચ્ચન પાછળથી આ લગ્ન સમારંભમાં પહોંચી ગયા હતાં.

અભિષેકનું ખંડન
દરમિયાન થોડાક જ વખત પહેલા અભિષેક બચ્ચન આ બાબતે ખંડન કરી ચુક્યાં છે. તેમનું કહેવું છે કે તેમના ઘરમાં માતા અને ઐશ વચ્ચે કોઈ ઝગડો નથી ચાલતો.

ક્યૂટ આરાધ્યા
ભોપાલ પહોંચેલા ઐશ્વર્યા રાય સાથે ક્યૂટ આરાધ્યા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
