
કેટરીના કૈફ પહેલા આ બૉલિવુડ અભિનેત્રીઓ પણ પોતાનાથી નાની ઉંમરના એક્ટર સાથે કરી ચૂકી છે લગ્ન
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્નની તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાનના સવાઈ માધોપુરના પેલેસમાં બનેલી હોટલમાં ચાલી રહી છે. વળી, કેટરીના અને વિકી પોતાના લગ્નના ફંક્શન પહેલા સોમવારે રાજસ્થાન પહોંચી ચૂક્યા છે. કેટરીના કૈફ અને વિકી કૌશલથી ચાર વર્ષ મોટી છે. કેટરીના બૉલિવુડની પહેલી અભિનેત્રી નથી જે પોતાનાથી નાની ઉંમરના યુવક સાથે લગ્ન કરી રહી છે. આ પહેલા બૉલિવુડમાં ઘણી એવી અભિનેત્રી છે જેમણે ઉંમરના તફાવતને બાજુએ મૂકીને પોતાનાથી નાની ઉંમરના હીરો સાથે લગ્ન કરીને જીવનભર માટે હાથ પકડ્યો.

ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન
બૉલિવુડ અભિનેત્રી જેણે પોતાનાથી નાની ઉંમરના સાથીને પસંદ કર્યો તેમાં ઐશ્વર્યા રાય પણ શામેલ છે. વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયે પોતાનાથી ત્રણ વર્ષ નાના અભિષેક બચ્ચન સાથે 2007માં લગ્ન કર્યા હતા. એ બંનેને એક દસ વર્ષની દીકરી આરાધ્યા છે. બંનેના લગ્ન બાદથી આજ સુધી ક્યારેય પરસ્પર અનબનના કોઈ સમાચાર નથી. બંને હેપ્પી મેરિડ કપલ છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર
જિસ્મ ફિલ્મથી લોકોને દીવાના બનાવનાર બૉલિવુડની હૉટેસ્ટ બિપાશા બાસુએ પોતાનાથી ત્રણ વર્ષ નાના કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. બિપાશા બાસુ જૉન અબ્રાહમ સાથે લગભગ 8 વર્ષ સુધી રિલેશનમાં રહી પરંતુ બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ. ત્યારબાદ બિપાશાને પોતાના કોએક્ટર કરણ સાથે પ્રેમ થઈ ગયો અને બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. કરણના પહેલા બે લગ્ન તૂટી ચૂક્યા છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
પ્રિયંકા ચોપડાએ તો પોતાનાથી 11 વર્ષ નાના હૉલિવુડ એક્ટર અને સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. બંને રોજ સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટા શેર કરતા રહે છે. પ્રિયંકાના પતિ નિક જોનસ માત્ર 25 વર્ષના છે જ્યારે પ્રિયંકા 36 વર્ષની છે.

નેહા ધૂપિયા-અંગદ બેદી
નેહા ધૂપિયાએ 10 મે, 2017ના રોજ પોતાનાથી બે વર્ષ નાના એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ તે બીજા બાળકની મા બની છે. નેહા સોશિયલ મીડિયા પર પોતાના અંગદ સાથે પ્રેગ્નેન્સીના સમયના ફોટો શેર કર્યા હતા.

સોહા અલી ખાન-કુણાલ ખેમુ
નવાબ પટૌડી અને શર્મિલા ટાગોરની અભિનેત્રી દીકરી સોહા અલી ખાને 2015માં કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા. કુણાલ સોહાથી 5 વર્ષ નાનો છે. બંનેને ત્રણ વર્ષની દીકરી છે. લગ્ન પહેલા સૈફ અલી ખાનની બહેન સોહા અને કુણાલ ખેમુ લિવ ઈન રિલેશનશિપમાં પણ બે વર્ષ સુધી રહ્યા હતા.