Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બેગમ સમરૂ : કરીના બનશે અય્યાશ સૈફના ગુસ્તાખ પત્ની

મુંબઈ, 25 સપ્ટેમ્બર : જે લોકો કરીના-સૈફને પડદા ઉપર પણ સાથે જોવા માંગે છે, તેમના માટે એક સારા સમાચાર છે, કારણ કે હવે રીયલ લાઇફ કપલ સૈફ-કરીના એક સાથે પડદા ઉપર દેખાશે. તિગ્માંશુ ધુલિયાની આ ફિલ્મ છે કે જેનું નામ છે બેગમ સમરૂ. કરીનાએ ફિલ્મ સ્વીકારી લીધી છે. ફિલ્મમાં કરીનાની ઑપોઝિટ તેમના મિયા સૈફ હશે.

અગાઉ આ રોલ રાણી મુખર્જી કરવાના હતાં, પરંતુ હવે આ રોલ કરીનાના ભાગે આવી ગયો છે. ફિલ્મની વાર્તા એક બેગમની છે કે જેને લોકોના દિલ સાથે રમત કરવાનું ગમે છે, પણ અનેક માસૂમ મહોબ્બતોનું ગળુ ઘોંટ્યા બાદ તેને સાચે એક અય્યાશ નવાબ સાથે પ્રેમ થઈ જાય છે, પણ અય્યાશ નવાબ એટલે કે સૈફ અલી ખાન બેગમના પ્રેમને સમજી નથી શકતો. પોતાનો પ્રેમ પામવા માટે બેગમ સમરૂ ગુસ્તાખીના દરેક પગલા ઉઠાવે છે.

બેગમ સમૂર 1840ની એક નવલકથા પર આધારિત છે. ફિલ્મ અંગે તિગ્માંશુ ધુલિયા બહુ ઉત્સાહિત છે. તેમને લાગે છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાન પોતાના રોલ સાથે પુરતો ન્યાય કરશે. ફિલ્મનું શૂટિંગ ટુંકમાં જ પૂર્ણ થશે. હાલ તો કરીના કૂપર પોતાના પતિ સૈફ અલી ખાન સાથે પોતાના જન્મ દિવસની ખુશીઓ ઉજવવા લંડન ગયા હતાં અને ગઈકાલે જ તેઓ પરત ફર્યાં છે. ટુંકમાં જ તેઓ બેગમ સમરૂ અંગે પ્રેસ કૉન્ફ્રંસ કરશે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

લગ્ન બાદ પહેલી વાર પડદા ઉપર

લગ્ન બાદ પહેલી વાર પડદા ઉપર

સૈફ-કરીના લગ્ન બાદ પ્રથમ વાર એક સાથે રૂપેરી પડદે ઇશ્ક લડાવતાં નજરે પડશે. તિગ્માંશુ ધુલિયાની બેગમ સમરૂમાં બંને સાથે દેખાશે.

નવલકથાની વાર્તા

નવલકથાની વાર્તા

બેગમ સમરૂ 1840ની એક નવલકથા પર આધારિત છે કે જેમાં બેગમને લોકોનો દિલો સાથે રમવાનો શોખ હોય છે અને એક દિવસ સાચે જ તેને એક નવાબ સાથે પ્રેમ થઈ જાય છે.

રાણીને રિપ્લેસ કરી

રાણીને રિપ્લેસ કરી

અગાઉ આ રોલ રાણી મુખર્જીને મળવાનો હતો, પણ ફિલ્મ ડીલે થતી હોવાના કારણે રાણીએ ફિલ્મ છોડી દીધી અને આ રોલ સૈફના રીયલ બેગમ કરીનાને મળ્યો.

લંડનમાં ઉજવ્યો જન્મ દિવસ

લંડનમાં ઉજવ્યો જન્મ દિવસ

કરીના કપૂરનો ગત 21મી સપ્ટેમ્બરે 33મો જન્મ દિવસ હતો. તેઓ સૈફ સાથે જન્મ દિવસની ઉજવણી કરવા લંડન ગયા હતાં.

સૈફ વગર પરત

સૈફ વગર પરત

કરીના કપૂર લંડનથી પરત આવી ગયાં છે. જોકે તેઓની સાથે સૈફ પાછા નથી ફર્યાં. હવે કરીના ટુંકમાં જ બેગમ સમરૂ અંગે મીડિયા સાથે વાત કરશે.

હિટ થશે સૈફીના?

હિટ થશે સૈફીના?

એમ તો તિગ્માંશુએ કરીના-સૈફને લઈ રિસ્ક લીધો છે, કારણ કે બંનેની જોડી અગાઉ ફ્લૉપ રહી છે. જોઇએ હવે લગ્ન બાદ આ જોડી પહેલી વાર એક સાથે ચમકશે, તો કઈ કમાલ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X