Bye Bye 2014 : વિલન બનીને પણ તાળીઓ મેળવી...
મુંબઈ, 31 ડિસેમ્બર : દરેક એક્ટર કે હીરોને ફિલ્મમાં પોતાની જાતને બેટર પર્સન સાબિત કરવા માટે એક એંટી હીરો કે વિલનની જરૂર પડે છે. જો ફિલ્મમાં વિલન જ નહીં હોય, તો એક્ટર કોની સામે ફાઇટ કે સંઘર્ષ કરશે અને કોઈ રીતે પોતાની હીરોની છબી સાથે ન્યાય કરશે?
એટલે જ તો ટિપિકલ બૉલીવુડ ફિલ્મ હોય કે આંતરરાષ્ટ્રીય હૉલીવુડ ફિલ્મ, દરેકમાં એક વિલનની તો જરૂર હોય જ છે. વિલન વગર કોઈ પણ ફિલ્મ પૂર્ણ ન કહી શકાય.
આજે આપણે વર્ષ 2014ની વિલન ડાયરીના પન્ના ફેરવીશું. 2014માં અનેક ફિલ્મો આવી અને તેમાંની ઘણી બધી ફિલ્મોમાં સારા-સારા એક્ટરોએ એંટી હીરોના રોલ કર્યા અને વખાણ પણ મેળવ્યાં. એક વિલન ફિલ્મમાં રીતેશ દેશમુખના વિલન તરીકેના ડેબ્યુથી લઈ કિલ દિલમાં ગોવિંદા અને હૈદરમાં કે કે મેનન સુધીના કાલાકારોએ નેગેટિવ રોલ કર્યાં અને દર્શકોની તાળીઓ મેળવી.
અહીં રજૂ કરી રહ્યા છીએ 5 બેસ્ટ બૉલીવુડ એક્ટર્સ કે જેમણે 2014માં નેગેટિવ રોલ દ્વારા લોકોને ખૂબ જ ઇમ્પ્રેસ કર્યાં :

નવાઝુદ્દીન સિદ્દીકી
સલમાન ખાન અભિનીત ફિલ્મ કિકમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ શાનદાર નેગેટિવ રોલ કર્યો. લોકોએ સલમાન સાથે જ નવાઝની એક્ટિંગને પણ નવાઝવામાં સંકોચ ન કર્યો.

કે કે મેનન
શ્રદ્ધા કપૂર અને શાહિદ કપૂર અભિનીત હૈદર ફિલ્મમાં કે કે મેનનના પરફૉર્મન્સને કોણ ભુલાવી શકે?

તાહિર ભસીન
રાણી મુખર્જી અભિનીત મર્દાની ફિલ્મમાં તાહિર ભસીને દરેકને ઇમ્પ્રેસ કર્યાં. જેણે પણ આ ફિલ્મ જોઈ, તેણે રાણીની સાથે-સાથે તાહિરના કામના પણ મન મૂકીને વખાણ કર્યાં.

ગોવિંદા
કિલ દિલ ફિલ્મમાં પહેલી વાર ગોવિંદા નેગેટિવ રોલમાં દેખાયાં. અત્યાર સુધી બૉલીવુડમાં એક્શન અને કૉમેડી હીરો તરીકે જાણીતા રહેલા ગોવિંદા માટે કિલ દિલ કમબૅક ફિલ્મ હતી અને નેગેટિવ રોલ સાથે તેમણે શાનદાર કમબૅક કર્યું.

રીતેશ દેશમુખ
રીતેશ દેશમુખે પણ પહેલી વખત એક વિલન ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો. રીતેશને આવો રોલ કરવાની ઇચ્છા નહોતી, પણ તેમના પત્ની જેનેલિયાએ તેમને તેના માટે તૈયાર કર્યાં અને રીતેશના કામના ખૂબ વખાણ પણ થયાં.
-
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર







Click it and Unblock the Notifications
